• શનિવાર, 23 મે, 2026

લખપતમાં ડીઝલ-ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવવા કોંગ્રેસની માંગ

દયાપર (તા. લખપત), તા. 22 : છેવાડાના લખપત તાખલુકામાં ગેસ-ડીઝલના અપૂરતા જથ્થાથી ખેડૂતો અને ગૃહણીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પી.સી. ગઢવીએ તાલુકાને ડીઝલનો જથ્થો નહીં મળે તો ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી સાથે કહ્યું હતું કે, વિશ્વગુરુનાં સપનાની વચ્ચે ખેડૂતોને ડીઝલ ન મળતાં ખેતીકામ ઠપ થઇ ગયું છે. ગૃહણીઓ રસોઇ બનાવવા ગેસના અભાવે જંગલમાંથી બળતણ એકઠું કરવા જાય છે. પેટ્રોલ પંપો પર મોટી લાઇનો જોવા મળે છે અને કાળાબજારી કરવાનો મોકો મળી રહ્યો છે. પરિવહન અને ઘરેલુ જીવન પર અસર ન પડે તે માટે સરકાર દ્વારા પુરવઠાની વ્યસ્થા ગોઠવાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઇ છે. 

Panchang

dd