• શનિવાર, 23 મે, 2026

બિનજરૂરી ખર્ચમાં તરત કાપ મુકો : મોદીનો મંત્રીઓને નિર્દેશ

નવી દિલ્હી, તા. 22 : પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 40 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવો સાથે પાંચ દેશની વિદેશ પ્રવાસેથી પરત ફરતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદ સાથે લાંબી બેઠક કરી હતી અને દરેક સ્તરે તૈયાર રહેવા કહ્યું હતું. પીએમ મોદીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગોમાં બિનજરૂરી ખર્ચામાં કાપને પ્રભાવી રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો હતો.પીએમ મોદીએ મંત્રીઓને સંવેદનશીલતા અને સતર્કતા સાથે આગળ વધવાનો સંદેશ આપતા એવા પગલા ભરવાનો નિર્દેશ આપ્યો હતો જેનાથી અર્થવ્યવસ્થાની રફતાર જાળવી  શકાય. આ ઉપરાંત સુધારાને ઝડપથી લાગુ કરવા ઉપર ભાર મુકાયો હતો. બેઠકમાં કુલ નવ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા છે અને કોઈપણ દેશ તેના પ્રભાવથી બાકાત નથી. ભારત પાસે મજબૂતી છે પણ સાવધાની રાખવાની જરૂરીયાત છે. બેઠકમાં પીએમ મોદીએ ફરી એક વખત ખર્ચામાં કમી અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ સાવધાનીપુર્વક કરવાની અપીલ કરી હતી. મોદીએ મંત્રાલયોને શાસનમાં વધારે સરળતા લાવવા અને સુધારા ઉપર વધુ ધ્યાન આપવા આગ્રહ કર્યો હતો તેમજ કુશળ શાસનની જરૂરીયાત ઉપર ભાર મુક્યો હતો.  

Panchang

dd