મોરજર (તા.નખત્રાણા), તા.
22 : માતાપિતાના ત્યાગ અને સેવાનું
કોઈ મુલ્ય કરી શકતું નથી અને નિ:સ્વાર્થ ભાવે કરેલી સેવા સાધના બની જાય છે તેવું સંત
દિલીપરાજા કાપડીના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથામાં વક્તા 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી માતાએ
ભક્તિરસ પીરસતાં જણાવ્યું હતું. પુંજલદાદા આશ્રમ ખાતે નવ દિવસીય રામકથાના આજે છઠ્ઠા
દિવસે પીર સિદ્ધયોગી શેરનાથજી બાપુ -જુનાગઢ, મહંત જગનનાથજી બાપુ, યોગી દેવનાથજી બાપુ-એકલધામ,
મહંત જગદિશ ભારથી, મહંત ભરતદાસ બાપુ-મોવિયા, અલ્પેશ બાપુ, રમેશદાદા-પડાણા, મહંત કમલનાથજજી
બાપુ, યોગી જવેરીનાથજી -વાવડી, કોઠારી ત્રિલોકનાથજી
- જુનાગઢ, હરીસિંહ ડાડા-લીફરી, વીરનાથજી બાપુ-બેરૂ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ સંદેશ આપતા
શેરનાથજી બાપુએ જણાવ્યું કે મંદિરોમાં લોકોની હાજરી નહીંવત થતી જાય છે તે ધર્મ અને
ધાર્મિકતાને નુકશાનકારક છે. તેમણે માતાપિતાની અવગણના કરતા સંતાનોને ટકોર કરતાં ઉમેર્યું
હતું કે માતાપિતા સૃષ્ટિના દેવ છે. માતાપિતાની સેવાની સાથે મંદિરે જવાની ટેવ પાડવી
જરૂરી છે. કથારૂપી રથને સુચારૂ ઢબે પાર પાડવાં કલ્યાણદાસ બાપુ, જગજીવનદાસજી ભરતડાડા
ભારાપર, લઘુમહંત મુકુલદાસ, કાનજીભાઈ કાપડી, પાર્થદાદા, ભરત લીંબાણી વિગેરેએ લોકસાહિત્ય
અને સંતવાણી રજુ કરી હતી. પ્રવિણભાઈ તન્ના, ભાવેશભાઈ, પ્રદીપભાઈ ઠક્કર, શ્રી ઠાકોર,
પુષ્પેન્દ્રસિંહ, રાણીબા, શ્રી મકવાણા, વસંતભાઈ, દિનેશભાઈ કાપડી, ગોપાલભાઈ રણુભા સોઢા,
ગુમાનસિંહ, લક્ષ્મણસિંહ, ખેતાભાઈ આહીર, માવજીભાઈ
મહેશ્વરી, તુષાર ગોસ્વામી, કીર્તીભાઈ ખત્રી, નવીનભાઈ જોશી વગેરે કથા શ્રવણનો લાભ લીધો
હતો. કથામાં શાત્રોક્ત વિધિ મેહુલ મરારાજ સંભાળી રહ્યા છે. કથાનું સંચાલન ગોવિંદભાઈ
કાપડી જ્યારે સંતવાણીનું રાજેશ ગઢવી સંભાળી રહ્યા છે. ભોજન વિતરણ દાનાભાઈ આહીર, રમેશ
સુથાર અને યુવાનો સંભાળી રહ્યા છે. જ્યારે સન્માન વિભાગ અમરસિંહ સોઢા, પ્રકાશ કાપડી,
પૃથ્વિરાજ સોઢા, નિતેશ પટેલ, રણછોડ આહીર, દેવજી આહીર, પંકજ કાપડી સંભાળી રહ્યા છે.