• શનિવાર, 23 મે, 2026

ભુજ લોહાણા સમાજની ક્રિકેટ સ્પર્ધામાં 135 ટીમે ભાગ લીધો

ભુજ, તા. 22 : ભુજ લોહાણા મહાજનનાં સાંનિધ્યમાં વાગડ રઘુવંશી પરિવાર સંચાલિત વાગડ રઘુવંશી યુવા સંગઠન દ્વારા આયોજિત નીરવ માણેક મેમોરિયલ કપ 2026માં 135 ટીમે ભાગ લીધો હતો.  રસિક કતીરા પાર્ટી પ્લોટમાં બાળકોથી લઇ અને મહિલાઓ અને પુરુષોની અલગ અલગ કેટેગરી બનાવીને ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક એકતાની ભાવના સુદૃઢ બને તે હતે. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારિયા, ખજાનચી હિતેશ ઠક્કર, સહમંત્રી અલ્પેશ ચંદે, પ્રફુલ્લાબેન ભીંડે, યુવક મંડળના પ્રમુખ નીલ સચદે, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર, વાગડ રઘુવંશી પરિવારના પ્રમુખ રમેશ મજેઠિયા, હિતેશ મજેઠિયા, નીતિન ભીંડે, ધીરજ રતાણી, અખિલ ગુજરાત કચ્છ વાગડ લુહાણા મહાજનના પૂર્વ પ્રમુખ પ્રવીણ ચંદે, મહામંત્રી દિનેશ રાજદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણ, દાતા પરિવારના શંકર માણેક તેમજ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડો. ચંદે, રમેશભાઈ અને જયસુખભાઈ માણેકે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. આર્થિક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા સમાજના નગરસેવકો મયંક રૂપારેલ, હિરેન ઠક્કર, બિંદિયાબેન ઠક્કર, વીમીબેન ઠક્કર અને ધ્વનિબેન ગણાત્રાનું સન્માન કરાયું હતું. યુવક મંડળના પ્રમુખ ભાવેશ ઉદેચાની આગેવાનીમાં કેતન પૂજારા, હાર્દિક ચંદે, નરેન મીરાણી, સાવન પૂજારા, સંજય ગટ્ટા, હાર્દિક આચાર્ય, કપિલ ઠક્કર, વિરેન ચંદે, અજય સોનઘેલા, યશ મીરાણીએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ધવલભાઈ મીરાણી અને હાર્દિક ચંદેએ  કર્યું હતું.  

Panchang

dd