• રવિવાર, 24 મે, 2026

`હોમ્સ ઇન ધ સિટી' અને `કચ્છમિત્ર'ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે `પર્યાવરણ સપ્તાહ'ની ઉજવણીનું આયોજન

ભુજ, તા. 22 : પર્યાવરણ સંરક્ષણ આજના સમયની સૌથી મોટી સામાજિક જવાબદારી બની ગઇ છે. આવનારી પેઢીને સ્વચ્છ, હરિત અને સંતુલિત પર્યાવરણ મળી રહે તે હેતુથી `કચ્છમિત્ર' અને હોમ્સ ઇન ધ સિટી (HIC) દ્વારા સંયુક્ત રીતે ભુજ શહેરમાં તા. 1લી જૂનથી 7મી જૂન દરમિયાન `પર્યાવરણ સપ્તાહ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ યુવાઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને સક્રિય રીતે જોડવાના ઉદ્દેશ સાથે વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાનાર છે, જેમાં 1લી જૂને નિબંધ અને ચિત્ર સ્પર્ધા, 2જી જૂને “Best Out of Waste” વર્કશોપ, 3જી જૂને મેગા સાયક્લોથોન, 4થી જૂને પર્યાવરણ સંરક્ષણ વિષયક નિષ્ણાતોનાં માર્ગદર્શન સત્રો, 5મી જૂને રોપા વિતરણ કાર્યક્રમ અને 7મી જૂને ટપકેશ્વરી ટ્રેકિંગ અને ક્લિનીંગ ડ્રાઇવ જેવી  પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  `કચ્છમિત્ર' વર્ષોથી સમાજહિત અને જનજાગૃતિનાં કાર્યોમાં અગ્રેસર રહી કચ્છની સામાજિક ચેતનાને મજબૂત બનાવતું આવ્યું છે, જ્યારે હોમ્સ ઇન ધ સિટી  દ્વારા શહેર વિકાસ અને સામાજિક જવાબદારીના વિવિધ પ્રકલ્પો સતત હાથ ધરવામાં આવે છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી યોજાનાર આ “Environment Week”  ભુજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રેરણાસ્રોત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ આયોજનમાં ઇન્નરવ્હીલ ક્લબ (વોલસિટી)-ભુજ, વ્હાઈટ ઈગલ સાઈકલિંગ ગ્રુપ તેમજ સમ્માન ફાઉન્ડેશન સહયોગી સંસ્થાઓ તરીકે જોડાયા છે, જ્યારે ભુજ બ્લોગર્સ સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે સહભાગી બન્યું છે. આયોજકો દ્વારા ભુજ શહેરના તમામ નાગરિકો, યુવાઓ અને વિદ્યાર્થીઓને આ પર્યાવરણમૈત્રી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે આયોજક સંસ્થાના પ્રતિનિધિ જય અંજારિયાનો 99782 19721 પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.   

Panchang

dd