• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

શિક્ષણ એક વ્યવસાય નહીં, ફરજ છે

માંડવી, તા. 18 : હજીરા રોડ પર આવેલ સંસ્કારધામના વિશાળ પરિસરમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા શિક્ષકદિનના ઉપલક્ષ્યમાં યોજવામાં આવેલ ગુરૂવંદનાનો વિશિષ્ટ કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓએ પ્રથમ પોતાના શિક્ષકોને મળીને તેમનું ઋણ અદા કર્યું હતું. તેમના રાહે ચાલીને પોતે પણ માંડવી વિધાનસભા વિસ્તારના પ્રથમ નાગરિક બન્યા ત્યારે તેઓએ પોતાના શિક્ષકોને મળી ગુરૂ વંદના કરી હતી. શ્રી દવેએ સંસ્મરણો યાદ કરી ફીના અભાવે ભણવાનું ટયૂશન અટકતા શિક્ષકો એ. ટી. પટેલ વગર ફીએ ભણાવી સફળતા તરફ લઈ ગયાની વાતને યાદ કરી હતી. તેઓએ શિક્ષણ એક વ્યવસાય નાહિં ફરજ છે એ જણાવી ગીતાજીના અધ્યાયની સમાજ શિક્ષણમાં ઉપયોગીતાની વાત કરેલ. દિલીપભાઈ દેશમુખ દ્વારા પ્રજ્વલિત અંગદાનની જ્યોતને વધુ ઉજાગર કરવા શિક્ષક જ શક્તિમાન હોવાનું જણાવી સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી તેમજ પ્રાકૃતિક ખેતી અને શાળા કિચન ગાર્ડનને વિકસાવવા શાળાનો શિક્ષક જ બી વાવી શકશે. જેથી ભવિષ્યનો નાગરિક કુદરતી શાકભાળ અને ફળો મેળવી શકશે તેમ કહ્યું હતું. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલ કાર્યક્રમમાં નરેન્દ્રાસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત સાથે પ્રસંગ પરિચય આપ્યો હતો. નગરસેવક મંજુલાબેન, એન. કે. જાડેજા, કે. બી. ખટારિયા, નીલેશભાઈ અબોટી, મૌસમીબેન જોષી, મેહુલભાઈ શાહ, દિનેશભાઈ શાહ, જિજ્ઞેશભાઈ જોષી, હરિભાઈ ગઢવી, નવીનભાઈ ખાંખલા, અમિતભાઈ ડાંગેરા, કમલેશભાઈ પટેલ, હર્ષદભાઈ અમીન, દિલીપાસિંહ જાડેજા, ભૂપેન્દ્રાસિંહ સોલંકી, વિજેશભાઈ પટેલ, રાજેશભાઈ સોરઠિયા, જયેશભાઈ વ્યાસ વિ. મંચસ્થ રહ્યા હતા. માંડવી તા.પ્રા. શિક્ષક સમાજ, આર.એસ.એમ., માંડવી તા. સહકારી હાઈસ્કૂલ, સ્વામિનારાયણ સંસ્કારધામ દ્વારા ધારાસભ્યનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ પ્રસંગે એવોર્ડી શિક્ષકોનું સન્માન કરાયું હતું. સન્માનના પ્રતિભાવમાં આર.એસ.એમ. પ્રમુખ, એવોર્ડી શિક્ષક સૌરભ-ભાઈ છાડવા તથા કમલેશભાઈ ખટારિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન સાથે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સંચાલન ભરતભાઈ મહેતા, જિલ્લા કેળવણી નિરીક્ષક હિરેનભાઈ મોતાએ, આભારવિધિ યોગેશભાઈ ભટ્ટે જ્યારે આયોજન શિક્ષક સમાજના જિલ્લા પ્રતિનિધિ મનુભા જાડેજાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang