• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગુંદિયાળીના મેળા પ્રસંગે વિવિધ પ્રસંગોમાં ભાવિકોએ ભાગ લીધો

માંડવી, તા. 16  : તાલુકાના ગુંદિયાળી વાયા મસ્કા સ્થિત આસ્થાના પ્રતીક સમાન વલસરા ધામ ખાતે ભોજરાજ મતિયા દેવનો વાર્ષિક મેળો પરંપરાગત રીતે ઊજવાયો હતો. બે દિવસીય આ ધાર્મિક ઉત્સવમાં સમગ્ર કચ્છ અને હાલાર તથા સમગ્ર ગુજરાત પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. મેળાના પ્રથમ દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ત્યારબાદ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભજનિક પરસોત્તમપુરી અને મંજુલાબેન ગોસ્વામીએ ભજનોની પ્રસ્તુતિ કરી હતી. સાથે જ હાસ્ય કલાકાર વસંત મારાજ (પનુડો)એ મનોરંજન પૂરું પાડયું હતું. બીજા દિવસે ધ્વજાઆરોહણ તથા ચાદરપોશીવિધિ કરવામાં આવી હતી. મેળા દરમિયાન વલસરા ધામ ખાતે સેવા-પૂજા અને વ્યવસ્થાનાં આયોજન બદલ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભોજરાજ મતિયાદેવ ચોખરા મેળા સમિતિના પ્રમુખ દામજીભાઇ ભર્યા અને સમગ્ર સમિતિ તથા સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. સામાજિક અગ્રણીઓરાજકીય અગ્રણીઓ અને પોલીસ સ્ટાફનો પ્રશંસનીય સહયોગ રહ્યો હતો. ભોજરાજ મતિયાદેવ ચોખરા મેળા સમિતિ  દ્વારા આભાર વ્યક્ત કરવામાં  આવ્યો હતો. 

Panchang

dd