• મંગળવાર, 31 માર્ચ, 2026

સરકાર શિક્ષણ માટે પાયાની સુવિધા ઊભી કરવા કટિબદ્ધ

નિરોણા (પાવરપટ્ટી), તા. 30 : શિક્ષક ભારતના ભાવિનો ઘડવૈયો, તો શાળા એ ઘડતર માટેનું માધ્યમ છે. શાળામાં ભણતાં બાળકના રસ, રુચિ અને વલણને જાણીને શિક્ષણ આપવું જરૂરી છે. રાજ્ય સરકાર સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની પાયાની સુવિધાઓ ઊભી કરવા સદૈવ તત્પર છે તેવું ભુજ તાલુકાના ઝુરા ગામે રૂા. 2.45 કરોડના ખર્ચે નિર્માણ થયેલ માધ્યમિક શાળાનું લોકાર્પણ કરતા ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેમણે શિક્ષણમાં દાનનું પુણ્ય મોટું હોવાનું જણાવી આ શાળા નિર્માણમાં કિંમતી ભૂમિના દાતારના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે છેલ્લા એક દાયકાના સંઘર્ષ પછી આ હાઈસ્કૂલ બની છે. આ વિસ્તારના લોરિયા, કુનરિયા અને સરસપર ગામોમાં પણ કન્યાઓ ડ્રોપઆઉટ ન થાય તે હેતુસર ખાસ કિસ્સામાં આગામી સમયે હાઈસ્કૂલોની મંજૂરી આપવામાં આવશે. કચ્છમાં ધો. 8માંથી ધો. 9માં ડ્રોપઆઉટનું પ્રમાણ 26 ટકા હતું જે ઘટીને હાલ 8 ટકાએ પહોંચ્યું છે. ચાલુ સાલે આ રેશિયો 3 ટકા સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવશે, તેમ કહ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ જોધાણીએ કરોડોની આ ઈમારતમાં શિક્ષકોએ દેશના ભાવિનું ઘડતર કરવા ક્યાંય પણ કચાશ નહીં રાખે તેવી અપીલ કરી હતી. આ અગાઉ ધારાસભ્ય કેશુભાઈ પટેલે રિબિન કાપીને શાળા ખુલ્લી મૂકી હતી. શાળા પટ્ટાંગણમાં યોજાયેલા સન્માન સમારંભમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભીમજીભાઈ જોધાણી, શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, રાજકીય અગ્રણીઓ દામજીભાઈ ચાડ, હઠુભા જાડેજા, મામદ રહીમ જત, સરપંચો તુષારભાઈ ભાનુશાલી (ઝુરા), ધનજીભાઈ ભાનુશાલી (લોરિયા), ભગવાનસિંહ સોઢા (ઝુરા-કેમ્પ), ડો. હાજી હયાતશા સૈયદ, ઉપસરપંચ ઓસમાણભાઈ જત, અભેરાજસિંહ જાડેજા, મિરાજ ભાનુશાલી વગેરેનું ગામ લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળા માટે જમીનનું દાન કરનાર દાતા મ. જત સાલેમામદ હાજી સુમાર પરિવારના જુસબભાઈ જત, હારૂનભાઈ જત, ઈસ્માઈલભાઈ જત અને ઈબ્રાહિમભાઈ જતનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે વિસ્તારના અગ્રણીઓ આરબ નાથા જત, મામદ રમજુ જત, ભોજરાજજી પીર, વિજયસિંહ તુંવર, સ્વરૂપાજી તુંવર, મલારજી જાડેજા, સરૂપાજી જાડેજા, વેલજી ભાનુશાલી, શિવજી જેરામ ભાનુશાલી, હરિલાલ ભાનુશાલી, હબીબશા સૈયદ, જાનમામદ લુહાર, ઈબ્રાહીમ સુલેમાન જત, ભાવસંગજી પીર, અશોક માતંગ, દેવજી માતંગ, રૂપસિંહ તુંવર, જાકબભાઈ જત, મુરાજી જાડેજા, ઈકબાલ સુમરા, પ્રેમજી ભાનુશાલી, બાબુલાલ ફુલિયા, ખીમજીભાઈ મહેશ્વરી, મહેશ ભાનુશાલી, રાજેશ ભાનુશાલી, લધાભાઈ મારવાડા, ડો. વિનયબા જાડેજા, હરિસિંહ જાડેજા, લાલગર ગુસાઈ, પ્રભુલાલ જોષી, મનીષ ભાનુશાલી, સુલ્તાન હોથી, માધુભા સોઢા, નવઘણસિંહ સોઢા, ખેતાજી ભાવસંગજી, દોલુભા સોઢા, ઉપરાંત ઝુરા-કેમ્પ, જતવાંઢ ગામોના ગામજનો ગામની કન્યાશાળા, કુમાર શાળા અને હાઈસ્કૂલના શિક્ષકો વગેરે હાજર રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ગામના અગ્રણી જયેશભાઈ ભાનુશાલી અને આભારવિધિ હાઈસ્કૂલના આચાર્ય ડો. અશ્વિનાસિંહ વાઘેલાએ કર્યા હતા.

Panchang

dd