માધાપર, તા. 23 : જગતમાં
જેટલા સદગુણો છે તે પ્રભુ શ્રી રામમાં જોવા મળે છે. ભગવાન શ્રી રામ સદગુણોનો ભંડાર
છે તેવું માધાપરમાં માનસ મુકુરાષ્ટક કથાના ત્રીજા દિવસે જાણીતા કથાકાર પૂ.
મોરારિબાપુએ આ મુજબ જણાવ્યું હતું. બાપુએ રામકથાનો મહિમા વર્ણવી જીવનમાં
પ્રેમ-ધીરજનો ભાવ જાળવી રાખવાની શીખ આપી હતી. માનસ મુકુરાષ્ટક રામકથાના ત્રીજા
દિવસે હનુમાન ચાલીસા પાઠ સાથે મોરારિબાપુએ કથાની શરૂઆત કરી હતી. પૂજ્ય મોરારિબાપુએ
કથાશ્રવણ કરાવતાં કહ્યું કે,
હાથકંકણ પણ દર્પણ છે. જાનકીએ પણ ભગવાન શ્રી રામને પોતાના હાથમાં
અંકિત કરીને પ્રભુને જીવનભર પોતાના દર્પણ માટે અંકિત કર્યા હતા. રામકથા એ મન પર
લાગેલ અજ્ઞાનતા દૂર કરે તેવું પૂ. બાપુએ કહ્યું હતું. દરિયામાં કેટલીએ નદીઓનાં
પાણી આવે છે છતાં કયારેય દરિયો છલકાતો નથી.
રામકથાનું જે શ્રવણ કરે છે તે કયારેય છલકાતો નથી. મનના દર્પણને ચોખ્ખું
રાખવા રામકથા સાંભળવી જરૂરી છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, રામકથા જેવું કોઇ સાધન નથી જે મનના દર્પણને સાફ કરે છે અને સાંભળવું એ જરૂરી છે. પ્રેમ છે ત્યાં પરીક્ષા
છે, ભગવાન રામ હોય કે મહાદેવ. રામે પણ સીતાની અને શિવએ પણ
પાર્વતીની પરીક્ષા લીધી હતી. પૂજ્ય મોરારિબાપુએ કથાનું રસપાન કરાવતાં વધુમાં
કહ્યું કે, તુલસીદાસે રામાયણના ચાર કાંડમાનો એક કર્મનો કાંડ
પ્રયાગ ભારદ્વાજ ઋષિના આશ્રમમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ ભારદ્વાજને જ્યારે રામ કોણ છે
એની વાર્તા સમજાવી હતી. કથામાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સમાજરત્ન વિનોદભાઇ સોલંકી, મહામંડલેશ્વર જાનકીદાસ
બાપુ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, મનોજભાઇ
સોલંકી, લઘુમહંત સુરેશદાસજી-વિરાણી, લખમશીભાઇ ચાવડા, કૈલાસ સાંગલી, દેવરાજ ગઢવી -નાનો ડેરો, અનિલભાઇ વેલજીભાઇ ગજ્જર, હાસ્ય કલાકાર દિગુભા,
સ્વામી નિજાનંદજી-ગોત્તરકા આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા
પ્રવીણભાઇ તન્ના, યોગેશભાઇ ગજ્જર, હિતેશભાઇ
સોની, ભાવેશભાઇ ઠક્કર, અશોકભાઇ જાટિયા,
મોહનભાઇ ધારશી, વીનેશ સાધુ, હીરાલાલ ઠક્કર જહેમત ઉઠાવી રહ્યા છે. અભયસિંહ રાઠોડ અને પિનાકીન મેઘાણી,
જીવાભાઇ આહીર, વેલજી ભુડિયા, હિમંતસિંહ વસણ હાજર રહ્યા હતા. પ્રભુપ્રસાદની વ્યવસ્થા કચ્છ ગુર્જર
ક્ષત્રિય સમાજ માધાપર, કુકમાના ભાઇઓ-બહેનોએ સંભાળી હતી.
મલવાડી મિત્ર મંડળની બહેનો, જયસિયારામ ગ્રુપ-માધાપર, મીડિયા સમિતિ -માધાપર, રબારી સમાજ -માધાપર, જલારામ મહિલા મંડળ-માધાપર, ઐશ્વર્યાનગર
ગ્રુપ-માધાપરના ભાઇઓ-બહેનોનો રસોડા, પાણી, છાસની વ્યવસ્થામાં સહયોગ મળ્યો હતો. કથા વિરામ બાદ નિમિત્ત માત્ર મનોરથી
ધીરેશ મનજી ડબાસિયા પરિવાર દ્વારા આરતી-પૂજા કરવામાં આવી હતી.