નખત્રાણા, તા. 21 : તાલુકાના દેવીસરથી ભીમસર જતા
માર્ગ વચ્ચે આવેલી ભૂખી નદીની વસાહત પાસે પડેલો મોટો ખાડો અકસ્માત સર્જે તે પહેલાં મરંમત કરવા આ વિસ્તારની માંગ છે. દેવીસરના અશ્વિન
આઇયાના જણાવ્યા મુજબ ભૂખી ડેમ પાસે પડેલો મોટો ખાડો ઉપરાંત વાંકાચૂકા અને ઢાળવાળા પાવરપટ્ટી
વિસ્તારના આ માર્ગ પર મોટા પ્રમાણમાં હલકા ભારે તેમજ ઉદ્યોગોમાં ચાલતાં ઓવરલોડ વાહનોની
અવર-જવર વધુ પ્રમાણમાં રહે છે, જેના
કારણે રસ્તામાં વધુ ભંગાણ સર્જાય છે. એક ફૂટ જેટલો ઊંડો ખાડો તેમજ રસ્તામાં સર્જાયેલું
ભંગાણ માર્ગ-મકાન તંત્ર દ્વારા તુરંત મરંમત કરવું જરૂરી છે. અન્યથા કયારેક મોટો અકસ્માત
સર્જાવાની ભીતિ છે. આ રસ્તા પર ઉદ્યોગોમાંથી ભરાતાં ઓવરલોડ વાહનો પાવરપટ્ટીના માર્ગ પર ચલાવવા પર પ્રતિબંધ મૂકવા પાવરપટ્ટીના સરપંચો,અગ્રણીઓ
દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું
છે.