• રવિવાર, 22 માર્ચ, 2026

ભુજમાં સમૂહ શ્રીમદ્ ભાગવત પારાયણમાં હરિભક્તો ઊમટયા

ભુજ, તા. 21 : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા  સમૂહ શ્રીમદ્ ભાગવત પારાયણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પારાયણનાં દ્વિતીય સત્રમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન બાલગોપાલોએ રાસની રમઝટ બોલાવી હતી.  શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજીએ ભગવાન શ્રીકૃષ્ણની પ્રાગટય લીલા પ્રસંગને વર્ણવ્યો હતો. કથા પારાયણના મુખ્ય યજમાન માનકૂવાના સ્વ. સા.યો. રામબાઈ પરિવાર સાથે  અન્ય સાંખ્યયોગી બહેનો, ધનજીભાઈ રામજી ભુડિયા, રામજીભાઈ ગોપાલ દબાસિયાએ, કૃષ્ણ જન્મોત્સવનો લાભ લીધો હતો. ભગવાન રામના પ્રાગટયોત્સવ યજમાન કાંતાબેન વિશ્રામ હાલાઈ રહ્યા હતા. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવન દાસજી, સંતો જગતપાવનદાસજી, હરિદાસજીદેવકૃષણદાસજી,રામસ્વરૂપદાસજી, બાલકૃષ્ણદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, સંત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, આદિ સંતો સાથે દાતા પરિવારોએ ભગવાન રામ અને શ્રી કૃષ્ણને સુવર્ણ પારણીયે ઝૂલાવ્યા હતા. સંગીત સથવારે શ્રીજીનંદનદાસજી તથા વાસુદેવપ્રિયદાસજીએ આપ્યું હતું.  સ્વામિનારાયણ સંપ્રદાયના જુદાં જુદાં ધામોથી આવેલા સંતોએ આશીર્વચન પાઠવ્યાં હતાં.  મુખ્ય કોઠારી મૂરજીભાઈ શિયાણી, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા, ટ્રસ્ટીઓ શશિભાઈ ઠક્કર, અનિલભાઈ રાજગોર, દેવશીભાઈ હિરાણી, જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, સમાજ તેમજ ચોવીસી અને દેશ-વિદેશના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd