• મંગળવાર, 10 જૂન, 2025

દહીંસરાના ફકીર ફળિયામાં સી.સી. રોડનું કાર્ય શરૂ થયું

દહીંસરા (તા. ભુજ), તા. 7 : અહીંના ફકીર ફળિયામાં સી.સી. રોડ બનાવવાનું કાર્ય શરૂ થયું છે.ધાર્મિક સ્થળ ધરાવતી રાજાશાહી વખતની ફકીર ફળિયા તરીકે ઓળખાતી શેરીમાં સી.સી. રોડ બનાવવા વર્ષો પહેલાં કરાયેલી માંગ ગ્રામ પંચાયત દ્વારા સંતોષાતાં રહેવાસીઓ તથા શ્રદ્ધાળુઓમાં આનંદ ફેલાયો હતો. ભુજ તા.પં. પ્રમુખ વિનોદભાઈ વરસાણી, તા.પં. સદસ્ય રમેશદાન ગઢવી, સરપંચ ઈન્દુમતીબેન આસાણી, ઉપસરપંચ વિરમભાઈ રબારી, પંચાયતની ટીમના પ્રયત્નોથી કામની શરૂઆત તથા ગુણવત્તાસભર કાર્ય થતાં શેરીના રહેવાસી પ્રેમજી કેસરા, નરેન્દ્ર ચૌહાણ, ગોવિંદ લાલજી, ભરતભાઈ પટોડિયા, ધવલ પટેલે તા. પંચાયત ભુજ તથા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd