• મંગળવાર, 10 જૂન, 2025

ઉંમરને મ્હાત આપીને ગ્રેનોલર્સ અને જેબાલોસની જોડી ફ્રેંચ ઓપનમાં ચેમ્પિયન

પેરિસ તા. 8: માર્સેલ ગ્રેનોલર્સ અને હોરાસિયો જેબાલોસે ઉંમર ફકત એક આંકડો છે તેવું સાબિત કરીને ફ્રેંચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. સ્પેનના 39 વર્ષીય ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના 40 વર્ષીય જેબાલોસની જોડીએ ચોથીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી હતી અને પહેલીવાર ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. આ જોડીએ ફાઇનલમાં બ્રિટીનના જો સેલિસબરી અને નીલ સ્કૂપ્સ્કીને 6-0, 6-7 અને 7-પથી હાર આપી હતી. ગ્રેનોલર્સ અને જેબાલોસ 2019માં અમેરિકી ઓપન, 2021 અને 2023માં વિમ્બલ્ડનમાં ઉપવિજેતા રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd