ગાંધીધામ, તા. 8 : ગાંધીધામ ઓટોમોબાઇલ્સ ડીલર્સ
એસોસીએશન દ્વારા બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસોસીએશનના વ્યાપારી મિત્રોની 12 ટીમે ભાગ લીધો હતો. આ આયોજન
એસ.આર.સી. એફ.આઈ.ઇ.એલ.ડી-આદિપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ
નીરવ સ્ટ્રાઇકર્સ અને ગાયત્રી સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં નીરવ સ્ટ્રાઇકર્સ વિજેતા બની હતી. એસોસીએશનના
પ્રમુખ સમીરભાઈ ગણાત્રાએ સ્પર્ધાને સંબોધતાં જણાવ્યું હતું કે, આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ આટોમોબાઇલ્સ એસોસીએશનના વ્યાપારી મિત્રો વચ્ચે
સંગઠન અને મિત્રતા મજબૂત કરવાનો છે. આ આયોજનને સફળ બનાવવા સમીરભાઈ સંઘવી, જીતુભાઈ આહીર, વિક્રમભાઈ આહીર, દિનેશભાઈ પટેલ, યોગેશભાઈ આહીર, રાકેશભાઈ કોટેચા, ભાવેશભાઈ આહીર, કનૈયા ગોરી તથા અન્ય કારોબારી સભ્યો સહયોગી બન્યા હતા.