ભુજ, તા. 8 :
શહેર સમીપેના માધાપરના નવાવાસમાં
આજે સાંજે બે બાઈકસવાર યુવાનોએ વૃદ્ધાના ગળામાંથી સોનાંની દોઢ લાખ રૂપિયાની ચેઈનની
ચીલઝડપ કર્યાનો બનાવ બનતાં ચકચાર પ્રસરી છે. આ અંગે માધાપર નવાવાસમાં ભીમાસર વિસ્તારમાં
રહેતા પ8 વર્ષીય વૃદ્ધા મંજુલાબેન જાદવજી વરસાણીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે પૂરપાટ બાઈક સાથે આવેલા બે યુવાને
બેનના ગળામાં હાથ મારી પહેરેલી દોઢ તોલાની સોનાંની ચેઈનની ચીલઝડપ કરી નાસી છૂટયા હતા.
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.