• મંગળવાર, 10 જૂન, 2025

રિંકુ સિંહની સપા સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઇ

લખનઉ, તા.8 : ભારતીય ટી-20 ટીમના આક્રમક બેટસમેન રિંકુ સિંહની આજે  સમાજવાદી પક્ષ (સપા)ની સંસદભ્ય પ્રિયા સરોજ સાથે સગાઇ થઇ છે. સગાઇના આ ભવ્ય સમારંભમાં સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, સાંસદ જયા બચ્ચન, બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા સહિતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. ઉત્તર પ્રદેશની રણજી ટ્રોફી ટીમના ખેલાડીઓ અને રિંકુ સિંહના સાથીદારો પર સગાઇ સમારંભમાં જોવા મળ્યા હતા.  રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ 18 નવેમ્બર-202પ જાહેર થઇ છે. જે વારાણસીની તાજ હોટેલમાં થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd