• સોમવાર, 09 માર્ચ, 2026

અંજારમાં સ્વદેશી મેળાને શહેરીજનોનો વ્યાપક પ્રતિસાદ

અંજાર, તા. 8 : રાજ્યમાં નગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપી, `લોકલ ફોર વોકલ'ની ભાવનાને પ્રાધાન્ય દ્વારા રાજ્ય સરકારની ઉજવણીને જનભાગીદારીનું વિશેષ બળ મળે તેમજ સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા  આાયોજિત સ્વદેશી મેળાને વ્યાપક પ્રતિસાદ સાંપડયો છે.  ડી.એન.યુ.એલ.એમ. વિભાગના પ્રોજેક્ટ મેનેજર  ભારતીબેન બારોટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક વેપારીઓ માટે ટાઉનહોલ પટાંગણમાં  આયોજન કરાયું છે. સવારથી રાત્રિ સુધી યોજાતા આ મેળામાં ખરીદી કરીને સ્થાનિક ઉત્પાદકોને પગભર કરવા તેમણે અનુરોધ કર્યો હતો. લોકલ ફોર વોકલના નવતર પ્રયોગ સાથે આ 10 દિવસ ચાલનારા `સ્વદેશી મેળા'માં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબત્તી, ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ-સાબૂ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી બનાવટ અત્તર પરફ્યુમ, દેશી બનાવટ ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા વગેરે, અજરખ સાડી, ડ્રેસ, કુર્તિ વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવ્યા છે. દરેક ધંધાર્થીઓને આ તમામ સ્ટોલ વીજળી, પંખા, પાણી, સફાઈ સહિતની આનુષાંગિક સુવિધા સાથે વિનામૂલ્યે આપવામાં આવી છે. આ સ્વદેશી મેળાનાં આયોજનને શહેરીજનો તરફથી વ્યાપક પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ બી. છાંગા, અંજાર નગરપાલિકાના પ્રમુખ  વૈભવભાઈ ડી. કોડરાણી, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ સર્વે નગરજનોને આ સ્વદેશી મેળા (શાપિંગ ફેસ્ટિવલ)ની અવશ્ય મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી, સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના  આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા  અનુરોધ કર્યો  હતો. (આયોજનને સફળ બનાવવા  રશ્મિનભાઈ ભીડે, ખીમજી પાલુભાઈ સિંધવ, નરશીભાઈ દાવા, મયૂરભાઈ હેરમા, નિરુપા પ્રજાપતિ, મિરલ વેગડ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છેપ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ  સુરેશભાઈ ટાંક, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થ  સોરઠિયા, શાસક પક્ષ નેતા  નીલેશગિરિ ગોસ્વામી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કાઉન્સિલર મયૂરભાઈ ખીમજીભાઈ સિંધવ, યુવા ભાજપ પ્રમુખ જિગરદાન ગઢવી વિગેરેએ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને શહેરીજનોએ આ આ આયોજનને બિરદાવ્યું હતું. 

Panchang

dd