નખત્રાણા, તા. 8 : કચ્છ જિલ્લા પંચાયતના માર્ગ
મકાન વિભાગ દ્વારા બુરકલથી હાજીપીર સુધીના પાંચ કિલોમીટરના માર્ગના નવીનીકરણનું ખાતમુહૂર્ત
કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ વિકાસકાર્યથી છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળ
પહોંચી શકશે એવી ખાતરી અપાઈ હતી. તેમની સાથે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી
જોડાયા હતા. આ માર્ગ બનવાથી હાજીપીર-નખત્રાણા જવા માટે અને હાજીપીર દરગાહ ઉપર આવતા
પ્રવાસીઓને છારીઢંઢ જેવા વિસ્તાર સાથે જોડી શકાશે. પશ્ચિમ કચ્છના લોકો આ રસ્તે ધોળાવીરા
વ્હાઈટ રણ, ખાવડા સાથે જોડાઈ જશે.
બુરકલથી ફુલાય સુધી માર્ગનું કામ પણ ઝડપથી કરવા અધિકારી વર્ગને સૂચના અપાઈ હતી. આ પ્રસંગે
હઢુભા જાડેજા, હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.ડી. ગોહિલ,
મીજાનભાઈ, મામદબક્ષ જત, અમીનભાઈ
જત, ભગાડિયા સરપંચ શ્રી ભચાયા, જિલ્લા પંચાયત
સદસ્ય ફકીરમામદ રાયશી, મુસા રાયશી લાગા, ઉપસરપંચ હાજી બાવા, અબ્બાસ મુંજાવર, ફુલાય તા.પં. સભ્ય હોતખાન મુતવા, મામદ સાલે, અદ્રેમાન-ભીયના જત, કોન્ટ્રાક્ટર શ્રી રાબડિયા હાજર રહ્યા
હતા. પૂજનવિધિ કમલેશ રાવલે કરી હતી. આભારવિધિ સરાડા સરપંચ ફકીરમામદે કરી હતી. કાર્યક્રમનું
સંચાલન ઉમેશ આચાર્યે કર્યું હતું.