અંજાર, તા. 10 : બૃહદ જૈન સમાજના પૂજનીય ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણીના ઉપલક્ષમાં
શોભાયાત્રા નીકળી હતીજેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા.આ ઉજવણી
અંતગર્ત શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપરથી ભગવાનની
શોભાયાત્રા નીકળી હતી. જે વર્ધમાનગર વાસુ પૂજ્ય સ્વામી જિનાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ
શોભાયાત્રામાં જૈન સમાજના યુવક મંડળો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. મ.સા. ચિત્રગુણાજી આદિઠાણાની નિશ્રા તળે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રા
બાદ સમસ્ત જૈન સંઘની નવકારસી જમણ સોની મહાજન વાડીમાં યોજાયુ હતું. આ ઉજવણી નિમિત્તે સમસ્ત જૈન સમાજના લોકોએ પોતાનાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો
બંધ રાખીને પાંખી પાડી હતી. જૈન દેરાસરોમાં દર્શન માટે આસ્થાળુઓની
લાઈન લાગી હતી. આ ઉપરાંત શહેરના ટાઉનહોલ,
ગંગાબજાર, પાંજરાપોળ, સવાસરનાકા,
ચિત્રકૂટ સર્કલ પાસે શ્રમિકોને મિઠાઈ અપાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જૈન સંઘના
પ્રમુખ જગદીશભાઈ સંઘવી, અતુલભાઈ વોરા, ડેની
શાહ ,પંકજ સિંઘવી, મહેશ દોશી, અતુલભાઈ,વનેચંદભાઈ, જિતેશભાઈ સંઘવી,
વિપુલભાઈ, મનુભાઈ શાહ, હેમાંગ
શાહ, જયેન્દ્રભાઈ પારેખ, નીલેશ સિંઘવી,
ચંદ્રકાંતભાઈ સહિતને સહકાર આપ્યો હતો.