• શનિવાર, 19 એપ્રિલ, 2025

માંડવીમાં મહાવીર જયંતીની ભાવભેર ઉજવણી

માંડવી, તા. 10  : આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પ્રસંગે પાંચેગચ્છનું સ્વામીવાત્સલ્ય યોજાયું હતું. સવારે રાષ્ટ્રસંત સંજયમુનિ મ.સા. તથા દિવ્યકિરણાશ્રીજી અને હર્ષકિરણાશ્રીજી મ.સા.ની નિશ્રામા ચતુર્વિધ સંઘ સાથે પ્રભુજીની રથયાત્રા નીકળી હતી. વિમલચંદ્ર મ.સા.ના મંગલાચરણ અને દીપકભાઈ સંઘવીના શંખનાદ સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો લાભ માંડવી જૈન જાગૃતિ સેન્ટરે લીધો હતો. રથયાત્રામાં પ્રભુજીના સારથિ બનવાનો લાભ સૂરજબેન હેમચંદભાઈ બોરીચા પરિવાર, રથમાં પ્રભુને લઈને બેસવાનો લાભ સોલંકી રમેશભાઈ રૂપનાથભાઈએ, પ્રભુજીને પોંખવાનો લાભ જિનય ભૌતિકભાઈ શાહે, ધર્મધજા લઈને ચાલવાનો લાભ વિધાન જિનેશભાઈ બોરીચાએ લીધો હતો. નવચેતન સંસ્થા દ્વારા પપ0 પરિવારોને નિ:શુલ્ક છાશ તથા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા માનસિક વિકલાંગોને ભોજન અને શોભાયાત્રામાં અનુકંપા દાન કરાયું હતું. માંડવીની જૈનપુરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છ માટે સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ આઠ કોટિ નાની પક્ષ જૈન સંઘ દ્વારા યોજાયો હતો. 25 વર્ષ સુધી સંઘના પ્રમુખપદે રહી સેવા કરનારા માજી સંઘ પ્રમુખ અશોકભાઈ મોહનલાલ શાહ અને મંત્રી સ્વ. જુમખભાઈ મહેતાની સેવા બદલ મરણોત્તર સન્માન કરવાનો કાર્યક્રમ જિજ્ઞેશભાઈ રમણીકલાલ ગાંધીના મુખ્ય મહેમાન પદે માંડવી જૈન સમાજ પ્રમુખ મેહુલભાઈ અભયકુમાર શાહના અતિથિવિશેષ પદે મદ્રાસથી મુકેશભાઈ પ્રભુલાલ શાહ અને ખુશકુમારભાઈ મહેતા વતી સુનિતાબેન મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં સંઘ પ્રમુખ કિરણકુમાર વાડીલાલ શાહ તથા મંત્રી જિજ્ઞેશ શાહના મંચસ્થ સ્થાને યોજાયો હતો. પ્રારંભે બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. સંઘ પ્રમુખ કિરણભાઈએ મહાવીર જયંતી કાર્યક્રમ તથા જીતો સંસ્થાએ જૈન ધર્મના મહત્ત્વ માટે વિશ્વ લેવલે કરેલા મંત્રજાપ કાર્યક્રમોને બિરદાવ્યા હતા. લક્ષ્મીકાંતભાઈ શિવલાલ શાહે કાર્યક્રમને ત્રિવેણી સંગમ સમાન લેખાવી પ્રશંસા કરી હતી. સંજયમુનિએ આશીર્વચન પાઠવતાં આયોજકોને ભાગ્યશાળી લેખાવી માતા-પિતાને મોટા તીર્થ સમાન લેખાવ્યા હતા. માનસીબેન ભાવીન શાહ, જિજ્ઞાબેન નીરવભાઈ શાહ, પુનિતભાઈ શાહ, મિહિરભાઈ શાહ, નિખિલેશભાઈ ભંડારી, રશ્મિભાઈ દોશી, અજિતભાઈ પટવા, ચંદ્રેશભાઈ શાહ, રાજુભાઈ ભણશાળી, ચંદ્રસેનભાઈ શાહ, દિનેશભાઈ એમ. શાહ, મયૂરભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શાહ, પુનિતભાઈ ભાછા, દિનેશભાઈ શાહ, વસંતભાઈ સંઘવી, ભરતભાઈ ડગાળાવાલા, ડો. નિમિષભાઈ મહેતા, ડો. જય મહેતા, મનોજભાઈ શાહ, જુગલભાઈ સંઘવી, વિરલભાઈ શાહ, દર્શનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નીરવભાઈ શાહ તથા આભારવિધિ મંત્રી જિજ્ઞેશભાઈ શાહે કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd