• ગુરુવાર, 20 માર્ચ, 2025

કોટિ વૃક્ષ અભિયાનના પ્રણેતા એલ. ડી. શાહનું નિધન

બિદડા (તા. માંડવી), તા. 13 : કચ્છમાં કોટિ વૃક્ષ અભિયાનના પ્રણેતા તરીકે જાણીતા અગ્રણી એલ. ડી. શાહનું ગઈકાલે મોડી રાત્રે અહીં 92 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે કચ્છ માટે સતત ચિંતા સેવી હતી. સમગ્ર કચ્છમાં ઠેર-ઠેર કોટિ વૃક્ષ અભિયાનનાં ટ્રીગાર્ડ (પિંજરા) આજે પણ અનેક શહેરો-ગામડાંઓમાં નજરે જોવા મળે છે. ગામડાં-શહેરને જોડતા મુખ્ય રોડની બંને સાઈડમાં વિશાળ વૃક્ષો કોટિ વૃક્ષ અભિયાનનાં વૃક્ષ ઉછેર પિંજરા આજે તેમનાં કાર્યની સાક્ષી રૂપે જોવા મળે છે.  એલ.ડી. શાહે નેવુંના દાયકામાં વિલ કર્યું હતું કે, મૃત્યુ પછી તેમને અગ્નિદાહ ન આપવો પણ દાટવા... જેથી કિંમતી લાકડાંની બચત થઇ શકે એ મુજબ તેમના પાર્થિવ દેહને જલારામ ફાર્મમાં સમાધિ આપવામાં આવી હતી. કોટિ વૃક્ષ અભિયાન તેમનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલું. ત્યારપછી સમગ્ર કચ્છમાં વૃક્ષારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજો, વિવિધ મંડળો, ટ્રસ્ટો, મંદિરો, ગ્રુપો દરેક ગામવાસીઓ, પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. તેમણે આજીવન વૃક્ષારોપણ, પાણીસંગ્રહ, વ્યસનમુક્તિ અભિયાન, સ્મૃતિવન પાછળ પોતાની જિંદગી સમર્પિત કરી હતી. વૃક્ષારોપણ ક્ષેત્રે કચ્છભરમાં કામ કર્યું છે. ગામડાંઓ અને શહેરોમાં કોટિ વૃક્ષ અભિયાનનાં સિમેન્ટનાં મજબૂત ટ્રી ગાર્ડ આજે પણ આ પ્રવૃત્તિઓના સાક્ષી બનીને ઊભા છે. તેમણે 18 જેટલાં સ્થળે માતબર રકમનું દાન આપી જલારામ અન્નક્ષેત્રો દ્વારા દર્દીઓ તથા મુખ્યાને ભોજન પ્રવૃત્તિઓને કાયમી બનાવી ગયા છે.  કોટિ વૃક્ષ અભિયાનના પ્રણેતા શાહ બિદડાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવાએ અંજલિ આપી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd