ભુજ, તા. 17 : તાલુકાના
વિંછિયા ગામે સામંતરાજા દાદાના અખાડે કોરી પાટોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં
મહાપ્રસાદના દાતા પરિવાર દામજીભાઇ ભાનુશાલી મુંબઇ અને આહીર દાનાભાઇ દેવકરણ
નિરોણાવાળા રહ્યા હતા. સહયોગી દાતા તરીકે આહીર રામાભાઈ વિસા, આહીર ભરતભાઈ લક્ષ્મણ
છાંગા, આહીર દાનાભાઈ નથુભાઇ, આહીર
જીનાભાઇ વેલાભાઇ, આહીર દેવાભાઇ વિસાભાઇ, રબારી કાના દેવા, રબારી સુરાભાઇ, કરમશી બીજલ પરિવાર, સ્વ. કાપડી હરિરામ દેવજી પરિવાર
રહ્યા હતા. આ અવસરે અગ્રણીઓ, સંતો, મહંતો
ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. કાપડી અનસૂયાબેન હરિરામ અને કાપડી ભગવાનદાસ મમુઆરા વગેરે
દાતાનો પણ સહયોગ મળ્યો હતો. મહંત
દિલીપરાજા દાદા-મોરજર, મહંત જગદીશદાસ બાપુ, મહંત બાલકનાથ બાપુ, મહંત જગજીવનદાસજી બાપુ રવિભાણ
આશ્રમ બીબર, જયંતીદાસજી બાપુ સેવા સ્મરણ કુટિયા વરલી, માતાજી પાર્વતીમા ભીમપુરા,
ધ્રંગ જાગીરમાંથી હરિદાદા કાપડી, ભવાનજી કાપડી,
અરજણભાઇ કાપડી, સમીરભાઇ કાપડી, મનોજભાઇ કાપડી, નીલેશ રામજી કાપડી, જયેશભાઇ કાપડી, દશરથભાઇ કાપડી, મુકેશભાઇ સાધુ, કિશનભાઇ સાધુ, નવીનદાદા
કાપડી, પ્રેમજીભાઇ કાપડી, વિશનજી કાપડી,
ખોડીદાસ કાપડી, પાર્થદાદા કાપડી, બાબુલાલ કાપડી, જગદીશભાઇ સેવક, ઉમેશભાઇ સેવક તેમજ હરસુખભાઇ કાપડી, અરવિંદભાઇ કાપડી,
દયારામ દાદા કાપડી, માવજીદાદા કાપડી, નારાણદાદા કાપડી, રમેશભાઇ કાપડી પાટણ (ભાલ)થી આવ્યા
હતા. તમામનું સન્માન કાનજીદાદા, લખીરામદાદા, વિશનજીદાદા, અરવિંદભાઇ કાપડી, નારણદાસ
કાપડી, નયનભાઇ કાપડી, રાજેશભાઇ કાપડી,
આહીર રામભાઇ, આહીર દાનાભાઇ, આહીર હીરા, કાનાભાઇ આહીર, હમીરભાઇ
આહીર, રબારી વાસંગ ભુવાજી, રબારી જગા
પબા, રબારી મેઘા નથુ, રબારી પના દેવા, રબારી ભીખાભાઇ આહીર સહિતના દ્વારા કરાયું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા,
પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, જિલ્લા ભાજપ
પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી.
ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત ચેરમેન
કુંવરબેન મહેશ્વરી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઇ જોધાણી,
નિરોણાના સરપંચ નરોતમ આહીર, નથ્થરકુઇ જૂથ
ગ્રામ પંચાયતના સરપંચ વિજુબેન હીરાભાઇ રબારીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આશિષભાઇ રાવલ, રમેશભાઇ
જોશી, લોક સાહિત્યકાર જીવરાજ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.
સંતો-મહંતોએ આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય
છે. આવા સત્કાર્યો થકી જ સમાજની એકતાઓ જળવાઇ રહે છે તેવી લાગણી વ્યકત કરી હતી.
નથ્થરકુઇ-વ્યારા-વિંછિયા આ ત્રણેય ગામો સાથે મળીને વર્ષમાં એકવાર આવો ઉત્સવ ઉજવે છે એ ખરેખર
ધન્યવાદને પાત્ર હોવાનું કહ્યું હતું. કેશુભાઇએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર ભુજ વિધાનસભાનું છેલ્લું ગામ છે છતાં પણ તમામ આગેવાનોની જાગૃતિના
કારણે અનેક વિકાસકામો થયા છે. માનકૂવા-મખણા, નિરોણા રોડનું
કામ પણ આઠ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે તેવું તેમને જણાવ્યું હતું.
સંચાલન નયનભાઇ કાપડીએ કર્યું હતું. મહાદેવભાઇ આહીર, સ્વાતિબેન
આહીર, રાજેશ્વરીબેન કાપડી, ભીમજીભાઇ કાપડીએ રાસ-ગરબાની રમઝટ
બોલાવી હતી. કોરીપાટના આચાર્ય ગાદિપતિ નરસિંહદાદા કાપડી રહ્યા હતા અને નથ્થરકુઇના
ભકતો દ્વારા આરાધીવાણી રજૂ કરાઇ હતી. આભારવિધિ કાનજીદાદા કાપડી, ભીખાભાઇ રબારી દ્વારા કરવામાં આવી હતી.