• બુધવાર, 12 માર્ચ, 2025

ભુજ તાલુકા પ્રા. શિક્ષક સમાજની કારોબારી બેઠકમાં પડતર પ્રશ્નોની ચર્ચા

ભુજ, તા. 8 : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજની કારોબારી સભા તાજેતરમાં કચ્છ યુવક સંઘ શાળા, ભુજ ખાતે મળી હતી. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી સ્વ. દાનુભા જાડેજા અને પ્રતિનિધિ સ્વ. તુષાર જોશીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહામંત્રી મેહુલ જોષીએ સૌને આવકાર્યા હતા. ખજાનચી  કાંતિભાઈ સુથારે હિસાબો રજૂ કર્યા હતા. ગ્રુપ કક્ષાએથી આવેલ પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજાએ આગામી સમયમાં યોજાનાર ચાણક્ય કપ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ, મહિલા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ તેમજ નિવૃત્ત શિક્ષક સન્માન કાર્યક્રમનાં આયોજન અંગે સૌ કારોબારી સભ્યો સાથે ચર્ચા કરી હતી. જિલ્લા સંઘના પ્રમુખ નયનાસિંહ જાડેજાએ શિક્ષક સમાજ માટે સતત પ્રયત્નશીલ રહી શિક્ષક સમાજને વધુ બળવત્તર બનાવવા અપીલ કરી હતી. કારોબારી સભામાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘમાં સભ્યપદ મળવા બદલ નયનસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ બનવા બદલ હરાસિંહ જાડેજા અને ઉપપ્રમુખ તરીકે વરણી થવા બદલ વિલાસબા જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ચિત્રકૂટ એવોર્ડ મેળવેલ કૃપા નાકર અને ગણેશ કોલીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિરલાસિંહ જાડેજા, હિતેશ મહેશ્વરી, રશ્મિન પટેલ, નીતિન પટેલ, ભવરાસિંહ રાઠોડ તેમજ મહાવીરભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્ર ઠક્કર, ધીરજ ઠક્કર, મનુભા સોઢા, દિલીપસિંહ જાડેજા, રણજિતસિંહ રાઠોડ સહિતના કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd