• બુધવાર, 18 માર્ચ, 2026

પંચાયત વેરા ભરવામાં લખપત તા.પં. દ્વારા પ્રયાસો કરાયા

દયાપર (તા. લખપત), તા. 17 : લખપત તાલુકા પંચાયત પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં તાલુકાની વિવિધ સંસ્થાઓ તેમજ સરપંચ સંગઠન દ્વારા દયાબા જાડેજા, જશુભા ગોમાજી જાડેજાનું સન્માન કરી સેવાને બિરદાવાઇ હતી. સરપંચ સંગઠનના પ્રમુખ કાસમ કુંભાર, પૂર્વ પ્રમુખ નીતિનભાઇ પટેલ, હમીરજી જાડેજા, બળુભા સોઢા સહિત અગ્રણીઓએ પવનચક્કી અંતર્ગત પંચાયત વેરા ભરપાઇની શરૂઆત કરાવી દેનાર અગ્રણી સામે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તાલુકામાં આંગણવાડી, તેડાગર તેમજ સીડીપીઓની ખાલી જગ્યા ભરવા શ્રી જાડેજાએ પ્રયત્ન કરતાં સફળતા મળી છે. ઉમરસર ગામનો ગામતળ પ્રશ્ન જટિલ હતો, જેનું નિરાકરણ તેમજ ધાર્મિક સ્થળો પર વિવિધ વિકાસકામો થયાં, કોટેશ્વર તીર્થનો પણ વિકાસ થયો છે, તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું. સંકલન મિટિંગ, આયોજન મિટિંગમાં જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી રજૂઆતો કરી છે, તેવું જુવાનસિંહ જાડેજા, ભીભાજી જાડેજા, વિજાજી જાડેજા, હમીર જત, રામસંગજી સોઢાએ કહ્યું હતું. મહિલા પ્રમુખે લખપત તાલુકાના વિવિધ ગામોની 90 મહિલાને સિલાઇ મશીન આપી તાલીમ દ્વારા આત્મનિર્ભર બનાવી હોવાનો ઉલ્લેખ થયો હતો. 

Panchang

dd