અંજાર, તા. 17 : પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)
2.0 અંતર્ગત બી.એલ.સી. ઘટક મુજબ
અંજાર શહેરી વિસ્તારમાં આવાસો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરાઈ હતી.
લાભાર્થીઓને મંજૂરીપત્ર આપવાના કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરાયું હતું. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષસ્થાને
યોજાયેલા કાર્યક્રમમાં પી.એમ.એ.વાય. શાખાના
ઇન્ચાર્જ અધિકારી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિએ સૌને આવકાર્યા હતા. ચીફ ઓફિસર તુષાર આર. ઝાલરિયાએ
સૌને યોજના અંગે માહિતી આપી હતી. શહેર ભાજપ
પ્રમુખ હિતેનભાઈ વ્યાસે નરેન્દ્રભાઈ મોદીની આ યોજનાનો લાભ લેવા બદલ અને ઘરનાં ઘરનું
સ્વપ્ન સાકાર થવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ ડી.
કોડરાણીએ સૌ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું
સંચાલન શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામીએ અને આભારવિધિ કારોબારી ચેરમેન પાર્થભાઈ
સોરઠિયાએ કરી હતી જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સુરેશભાઇ ટાંક, દંડક
કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા,કચેરી અધીક્ષક રશ્મિનભાઈ ભીંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના
માર્ગદર્શન હેઠળ ભારતીબેન બારોટ, નરાસિંહભાઈ દાવા, મયૂરભાઈ હેરમા, જયભાઈ ખોડિયાર, પ્રશાંત જાની સહિતના કર્મચારીઓ આયોજનમાં સહયોગી બન્યા હતા.