અંજાર, તા. 17 : મેઘપર બોરીચી ની પ્રાથમિક શાળા
ખાતે વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ દ્વારા બે દિવસીય આરોગ્ય શિબિરનું આયોજન
કરવામાં આવ્યું હતું જેમાં 350 લોકોના સ્વાસ્થ્યની
ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરિયાત મંદ લોકોને સ્વાસ્થ્ય સહાય પણ કરાઈ હતી. આ શિબિરમાં
એનિમિયા અને કુપોષણ માટે ક્રાનિંગ કરાયું હતું 200 લોકો તપાસ કરીને ઓળખાયેલા કેસોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં
આવી હતી. 23 લાભાર્થીઓ ને સ્વસ્થ થવા મદદરૂપ
થાય તે માટે પૌષ્ટિક આહાર આપવામાં આવ્યા હતા.શિબિર દરમ્યાન મહિલાઓ માટે પ્રજનન આરોગ્ય
માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ ના આંખની તપાસ
કરવામાં આવી હતી. 30 લાભાર્થીઓને નિશુલ્ક ચશ્મા
આપવામાં આવ્યા હતા. શિબિરમાં બ્લડપ્રેશર ડાયાબિટીસ તેમજ અન્ય આવશ્યક આરોગ્ય પરિમાણોની
નિયમિત તપાસ પણ કરવામાં આવી હતી. જેના પરિણામે લોકો સામાન્ય રીતે અવગણતા આરોગ્ય પ્રશ્નોના
પ્રારંભિક લક્ષણોની ઓળખ શક્ય બની હતી. આ શિબિર લોકો ની સુખાકારીને મજબૂત બનાવવા ના
સતત પ્રયત્નોનો ભાગ છે મેઘપર બોરીચી અને આસપાસના ગામોના પરિવારોમાં આરોગ્ય જાગૃતિ અને
સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપવાનો પણ છે. વેલસ્પનના 40 માં વર્ષની ઉજવણીના અવસર એ
સંસ્થા દ્વારા ભારતમાં 40 આરોગ્ય શિબિરનું
આયોજન કરવા નો સંકલ્પ લેવામાં આવ્યો છે. વેલ્સપુન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ વેલસ્પન
ગ્રુપની સામાજિક વિકાસ શાખા છે જે આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, આજીવિકા,
પર્યાવરણ અને લોકોના કલ્યાણના ક્ષેત્રોમાં કાર્ય કરે છે.