કોડાય (તા. માંડવી), તા 3 : માંડવી
શહેરમાં છેલ્લા 135 વર્ષથી શિક્ષણની જ્યોત જલાવતી શેઠ જીટી
હાઈસ્કૂલ સમય અને સંજોગોના કારણે બંધ થઈ,
પરંતુ સંકુલની અંદર શિક્ષણની જ્યોત અવિરત ચાલુ રહે તે ઝંખના હતી. આ
હેતુ સિદ્ધ થવા જઈ રહ્યો છે. હવેથી સંકુલમાં શેઠ ગોકલદાસ તેજપાલ ચેરીટીઝના સહયોગથી
શેઠ ગોકલદાસ હંસરાજ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત ગોકુલ આર્ટ્સ કોલેજનું પ્રસ્થાન થયું
છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી ગોકુલ આર્ટસ કોલેજમાં હવેથી આ જ સંકુલમાં શિક્ષણની
જ્યોત ઝળહળશે. શહેરની શેઠ ગોકલદાસ હાઇસ્કુલ કે જે 1 જાન્યુ.
1890ના
શરૂ થઈ હતી. શાળાએ અનેક સફળતાના આયામો હાંસલ કર્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ
આજે અનેક હોદા ઉપર બિરાજમાન છે. પરંતુ સમય અને સંજોગોના કારણે શાળાનું શિક્ષણ
હાલના વર્ષમાં પૂર્ણ થવા જઈ રહ્યું હતું. શાળાનું શિક્ષણ પૂર્ણ થાય, પરંતુ આ સંકુલની અંદર
શિક્ષણની જ્યોત તો કાયમ ચાલુ રહે તેવી સૌ કોઈની ઈચ્છા હતી તે ઈચ્છા આ સંકુલમાં શેઠ
ગોકલદાસ હંસરાજ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત ગોકુલ આર્ટસ કોલેજ કાર્યરત થતા પરિપૂર્ણ
થઈ છે. ગોકુલ આર્ટસ કોલેજને પોતાનું સ્વતંત્ર બિલ્ડીંગ મળતા આ પ્રસંગને વધાવવા
માટે સત્યનારાયણની કથા તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત સર્વે
મહેમાનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ તકે યુપીએલના ડાયરેક્ટર ઓફ ફાઈનાન્સ અરૂણભાઇ
આશર, શેઠ જી.ટી. ચેરિટીઝના સ્થાનિક સમિતિના પ્રભાતાસિંહ
જાડેજાનું સન્માન કરાયું હતું તેમજ ઉદ્યોગપતિ શૈલેષભાઈ સુરૈયા, ગોકુલ આર્ટસ કોલેજના મેનાજિંગ ટ્રસ્ટી અરાવિંદભાઈ વેદ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ આશર, એન્જિનિયર દીપકભાઈ સોની,
ઝવેરબાઇ કન્યા વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્ય પ્રજ્ઞાબેન પોપટનું
સન્માન કરાયું હતું. કોલેજના ડાયરેક્ટર પ્રવીણભાઈ પોપટે ઉદબોધનમાં જણાવ્યું હતું
કે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ગોકુલ આર્ટસ કોલેજ નવપ્રસ્થાન બાદ નવા જોમ અને
જુસ્સા સાથે સમગ્ર માંડવી તાલુકામાં સફળતાના નવા આયામો સિદ્ધ કરશે. ત્રણ ટુકર
વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલગાંધીએ કોલેજને ભવિષ્ય માટેના અભિનંદન
આપ્યા હતા. નીતિનભાઈ ચાવડા, ગોરધનભાઈ પટેલ, ઝવેરબાઇ કન્યા વિદ્યાલયના આચાર્યા તૃપ્તિબેન પંડ્યા, ગોકુલ વિદ્યામંદિરના આચાર્ય નિશાંતભાઈ ભાટિયા, કૈલાશભાઈ
ગોસ્વામી, દેવ્યાંગીબેન ગોસ્વામી, વિશાલ ઉદાસી, ઈમરાન સુમરા,
વિજય વિંઝોડા, જયેન્દ્ર જાડેજા, રાજેશ ભાટી ઉપસ્થિત રહ્યા હતા. હવનમાં બેસવાનો લાભ અજયભાઈ ગોકુલગાંધી,
ભાવનાબેન ગોકુલગાંધી દંપતીએ લીધો હતો. આ તકે કોલેજના આચાર્ય ડો. ધવલ
આર. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રા. કાર્તિક અંતાણી, દર્શન
રાજગોર, ડો. ક્ષમાબેન ધોળકિયા, અલકિશાબેન
ચાકી, નેહલબેન ગીલાતર, હાર્દિક ચૌહાણ,
હિતેશ ભટ્ટ, હિમાંશીબેન સોઢાએ સહયોગ આપ્યો
હતો.