• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

સ્પીકર ઓફ કચ્છ સિઝન-3નો આજે સેમિફાઈનલ મુકાબલો

ભુજ, તા. 10 : કચ્છના યુવા છાત્રોની વાક્કલાને પીઠબળ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે કચ્છમિત્ર અને કચ્છ યુનિ. દ્વારા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત સ્પીકર ઓફ કચ્છ સિઝન-3નો સેમિફાઈનલ રાઉન્ડ કાલે શનિવારે કચ્છ યુનિ. ખાતે યોજવામાં આવશે. સેમિફાઈનલ રાઉન્ડ જૂથ ચર્ચા અને ડિબેટ એમ બે તબક્કામાં યોજાશે. આ રાઉન્ડમાં 44 સ્પર્ધક પોતાની વાક્કલાની પ્રસ્તુતિ કરશે, જે પૈકી 10 સ્પર્ધકોની ફાઈનલ માટે પસંદગી થશે જેમના વચ્ચે 25મીએ વાક્યુદ્ધનો રોચક મુકાબલો જામશે. સ્પીકર ઓફ કચ્છના સંયોજક ડો. આર. વી. બસિયાના જણાવ્યાનુસાર ચાર સ્થળે આયોજિત પ્રાયમરી રાઉન્ડમાં ભાગ લીધેલા 386 સ્પર્ધકમાંથી 44 સ્પર્ધક સેમિફાઈનલમાં પહોંચ્યા છે. જૂથ ચર્ચા અને ડિબેટના વિષયો તેમજ જોડીની ડ્રો પદ્ધતિથી ફાળવણી કરવામાં આવશે. વિષય અને નિયમો સેમિ ફાઈનલ રાઉન્ડના દિવસે સવારે પ્રારંભિક સત્રમાં જણાવવામાં આવશે. સ્પર્ધકોએ ક્યાંય પોતાનું નામ, કોલેજનું નામ કે અન્ય કોઈ ઓળખ જાહેર કરવાની નથી. રિપોર્ટિંગ વખતે અપાયેલા બેઝ નંબર મુજબ અભિવ્યક્તિ કરવાની રહેશે. કચ્છ ઉપરાંત ભાવનગર, અમદાવાદ, રાજકોટથી તજજ્ઞ નિર્ણાયકો વિજેતાઓને પસંદ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd