• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

ડુંગળી-બટેટા-લસણમાં ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

નખત્રાણા, તા. 12 : ઘર રસોડા, નાસ્તાગૃહ અન્ય પ્રસંગોપાત ભોજન, નાસ્તામાં બહોળા પ્રમાણમાં વપરાતા બટેટા, ડુંગળી, લસણ જેવી શાકભાજીની વસ્તુઓએ ભાવોમાં માજા મૂકતાં ખાસ કરીને ગૃહિણીઓના આર્થિક બજેટ ખોરાવાયાં છે. ધંધાદારીઓને ખર્ચવા પડતા ઊંચા ભાવથી ધંધામાં નુકસાની થઇ રહી છે. 20થી 25 રૂપિયા કિલોના ભાવની મર્યાદામાં પોષણક્ષમ ભાવની ડુંગળીના વર્તમાન રિટેઈલ ભાવ રૂા. 60થી 70 પહોંચ્યા છે. બટેટા 20ના બદલે 40ના તો લસણ 60થી 80ના ભાવની સપાટીથી વર્તમાન રૂા. 300થી 320ના ભાવે પહોંચી ગયા છે. અન્ય ખાદ્ય અનાજ, રસકસ, ખાંડ, તેલ,?ઘી વિવિધ સામગ્રીની અતિશય મોંઘવારી વચ્ચે શાકભાજીના અસહ્ય ભાવે વપરાશકારો માટે ચિંતા સર્જી છે. ડુંગળી, બટેટા, લસણનો જિલ્લા મથક ભુજ ખાતે જથ્થાબંધ વેપાર કરતી જૂની પેઢી ગણેશ આલુ ભંડારના રાજેશભાઇ લીલાધર ઠક્કરના જણાવ્યા મુજબ ડુંગળીના જૂના માલ બજારમાં આવક પૂરી થતાં કાઠિયાવાડ સાઇડના નવા માલોના વરસાદથી ધોવાણના કારણે આવક થઇ નથી. નાસિકની આવકો પણ એક માસમાં શરૂ થશે. બટેટાની પણ એક માસમાં આવક શરૂ થશે જેથી ભાવ ઘટશે, જ્યારે લસણની નવી સિઝન માર્ચ માસમાં શરૂ થશે, ત્યાં સુધી ભાવ ઘટવા સંભવ નથી તેવું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang