• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

પશ્ચિમ કચ્છમાં મગફળીનું ઉત્પાદન દોઢગણું

નખત્રાણા, તા. 13 : ચોમાસામાં શ્રીકાર વરસાદ થતાં પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં મગફળી (ભૂતડી)નું વાવેતર પૂરજોશમાં થયું હતું અને હાલમાં ત્રણેય તાલુકામાં ગતવર્ષની સરખામણીએ દોઢગણું ઉત્પાદન થયું છે, પરંતુ સાથેસાથે પાછોતરા વરસાદ થકી 30 ટકા પાકને નુકસાન થતાં તેની ગુણવત્તા પણ ઘટી છે. નખત્રાણા તાલુકાના નેત્રા વિસ્તાર મગફળી ઉત્પાદન માટે હબ ગણાય છે. રસલિયા વિસ્તારના મગફળીના વેપાર સાથે જોડાયેલા પ્રદીપભાઇ સચદેએ જણાવ્યું હતું કે, હાલમાં દક્ષિણ ભારતમાં મગફળી વાવેતર ચાલુ થવાનું છે. ડિસેમ્બરના અંતમાં વાવેતર થતું હોવાથી દક્ષિણ ભારતના વેપારીઓ (અન્ના) મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. બગડેલી મગફળીના ભાવ 40 કિ.ગ્રા.ના 2400થી 2500 રૂપિયા છે. સારી ગુણવત્તાવાળી મગફળીના ભાવ 40 કિ.ગ્રા.ના 3500થી 4000ના ભાવ મળે છે. પાછોતરા વરસાદમાં બગડેલી મગફળીના નીચા ભાવે વેપાર થતા નથી. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા રૂા. 2700 (મણના) જાહેર કર્યા છે, જેની નોંધણીની છેલ્લી તારીખ 11/11 રખાઇ છે. કોટડા (જ.)ના કાજા કંપનીના વેપારી પંકજભાઇ તથા વિજ્ઞેશભાઇ (બંટીભાઇ) મગફળીની વિદેશમાં નિકાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ત્રણેય તાલુકામાં મગફળીની પેદાશ દોઢગણી થઇ છે. તેમાંય અમેરિકામાં ટ્રમ્પનું શાસન આવતાં વિદેશ નિકાસનાં કામો પૂરજોશમાં ખૂલશે તેવી આશા છે. દક્ષિણમાં બિયારણ માટે મગફળીના દાણા ખરીદીમાં ઉછાળો આવ્યો છે. મણ (40 કિ.ગ્રા.)ના 3500થી 4000 રૂપિયાનો વેપાર થાય છે. ભરતભાઇ સોમજિયાણીએ પણ નિકાસ થતાં `અન્ના'ની?ખરીદીથી ભાવમાં રંગત આવી હોવાનું અને?ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવું જણાવ્યું હતું. મીલવાળા પીલાણ માલના ભાવ ઓછા બોલાતા હોવાથી વેપારી,?ખેડૂતો નીચા ભાવમાં માલ વેચતા ખચકાય છે. નબળા માલની ખરીદીમાં  શુષ્કતા દેખાય છે. ટૂંકમાં દિવાળી પહેલાં પાછોતરા વરસાદનાં કારણે પલળેલી મગફળીના ભાવ નીચા આવે છે. ખેડૂતો માટે સરકારી ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટે છેલ્લી તા. 11/11 છે. હજુ નોંધણી માટેની તારીખ જાહેર કરાઇ છે. ખરેખર તો  ત્વરિત ખરીદી શરૂ કરી દેવી જોઇએ. ટેકાના ભાવની ખરીદી મોડી થાય તેના કારણે ખેડૂતોને નુકસાન થાય તેવી ભીતિ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang