• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

વીજ ગ્રાહકોને ફરિયાદ માટે વધુ એક સેવા

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ  (સીજીઆરએફ)માં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા વધુ સુવિધાયુક્ત બને, તે માટે સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-સીજીઆરએફનો પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધી, વીજ ગ્રાહકો સીજીઆરએફમાં પત્ર, ઈ-મેલ આઈડી દ્વારા કે રૂબરૂ આવીને ફરિયાદ કરી શકતા હતા, પરંતુ  હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ થકી કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકાશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રાકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે. ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. રાજ્યના ગ્રાહકો વીજળીને લગતી ફરિયાદો વીજ કંપની દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ સેવા જેવી કે  24 ડ્ઢ 7 ટોલ ફ્રી કોલ સેન્ટર, મોબઈલ એપ્લિકેશન, ઓનલાઈન પોર્ટલ, વોટ્સએપ નંબર, લોકલ ફોલ્ટ સેન્ટર, વેબ ચેટ જેવા માધ્યમ થકી નોંધાવી શકે છે.  ગ્રાહક, અરજદાર વીજ વિતરણ કંપની દ્વારા ફરિયાદ સંબંધમાં લીધેલાં પગલાં અથવા તકરારના કિસ્સામાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો સંપર્ક કરી શકે છે. ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી નંબર  ડીજીવીસીએલ : 1800 233 3003 /19123,  એમજીવીસીએલ : 1800 233 2670/ 19124, પીજીવીસીએલ : 1800 233 155333/ 19122 અને યુજીવીસીએલ : 1800 233 155335/ 19121 છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang