• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

`ટીમ ટ્રમ્પ'માં મસ્ક અને રામાસ્વામી

વોશિંગ્ટન, તા. 13 : અમેરિકામાં વિજય સાથે ઐતિહાસિક વાપસી કરનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં ટેસ્લાના સીઇઓ એલન મસ્ક તેમજ ભારતવંશી ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીને મોટી જવાબદારી સોંપી છે. મસ્ક અને રામાસ્વામી સરકાર ક્ષમતા વિભાગનું નેતૃત્વ કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયંસી એક નવો વિભાગ છે, જે સરકારને બહારથી સલાહ આપશે. ટ્રમ્પે કહ્યું હતું કે, બન્ને અદ્ભુત અમેરિકી પ્રશાસન માટે ખોટા ખર્ચમાં કાપ, બિનજરૂરી નિયમો ખતમ કરવા, સંઘીય એજન્સીઓની પુન: રચનાનું કામ કરશે. મને ખુશી છે કે, મસ્ક અને રામાસ્વામી અમારી ટીમમાં જોડાયા છે. તેમનાં કામો અમારા `સેવ અમેરિકા' એજન્ડા માટે જરૂરી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. સાથોસાથ ટ્રમ્પે કેબિનેટમાં ફોક્સ ન્યૂઝના હોસ્ટ પીટ હેમસેથને પણ સ્થાન આપ્યું છે. તેમને સંરક્ષમંત્રી બનાવાયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયંસી (ડીઓજીઈ) વિશે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ નવા વિભાગથી સરકારી પૈસા બરબાદ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાશે. નવો વિભાગ સક્રિય થતાં અમેરિકી અર્થતંત્રના બે લાખ કરોડ ડોલરની બચત થશે, તેવું મસ્કે કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang