સેન્ચૂરિયન તા.13 :
અહીંના સુપર સ્પોર્ટસ પાર્ક સ્ટેડીયમ પર રમાયેલી ભારત - દ. આફ્રિકા વચ્ચેની ત્રીજી
ટી-20 મેચમાં ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય યજમાનો ભારે પડયો હોય તેમ યુવા ડાબોડી
બેટર તિલક વર્માએ કારકિર્દીની પહેલી આંતરરાષ્ટ્રીય આતશી અણનમ સદી (107) રન અને અભિષેક
શર્મા (25 દડામાં 50 રન)ની બીજી વિકેટ માટે બાવન દડામાં 107 રનની ઝડપી ભાગીદારીની મદદથી
ભારતે 20 ઓવરમાં 219 રન બનાવી જીત મેળવી હતી અને શ્રેણીમાં સરસાઈ મેળવી હતી. સરળ લાગતી
જીતને આફ્રિકાએ છેલ્લે ઝૂંટવાના પ્રયાસ કર્યા હતા, પણ આખરે ભારતને 11 રને જીત મળી હતી.
બીજા દાવની શરૂઆત બાદ જીવાત ઊડવાના કારણે થોડા સમયના વિરામ બાદ ફરી શરૂ થયેલી મેચમાં
યાનસને 17 દડામાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 54 રન, તો ક્લાસેને 22 દડામાં 1 ચોગ્ગા
અને 4 છગ્ગા સાથે 41 રન કર્યા હતા. અર્શદીપે 4 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ, જ્યારે વરુણે
4 ઓવરમાં 54 રન આપી 2 વિકેટ મેળવી હતી. અગાઉ તિલક વર્માને ટી-20 ઇન્ટરનેશનલ કેરિયરની
પહેલી સદી ફટકારી હતી. તે પ6 દડામાં 8 ચોગ્ગા અને 7 છેગ્ગાથી 107 રને અણનમ રહ્યો હતો.
સેમસનની ઝીરોમાં વિકેટ ગુમાવવા છતાં ભારતે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને પાવર પ્લેમાં
70 રનનો ઉમેરો કર્યો હતો. જયારે અભિષેક શર્માએ ફોર્મમાં વાપસી કરીને 2પ દડામાં 3 ચોકકા
અને પ છકકાથી પ0 રન કર્યાં હતા. તેના અને તિલક વચ્ચે બીજી વિકેટમાં બાવન દડામાં
107 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. સંજૂ સેમસન સતત બીજા મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો. કપ્તાન
સૂર્યકુમાર યાદવ 1, હાર્દિક પંડયા 18 અને રિંકુ સિંહ 8 રને આઉટ થયા હતા. રમનદીપે ડેબ્યૂ
મેચના પહેલા દડે સિકસ ફટકારી હતી. તે 6 દડામાં 1 ચોકકા-1 છકકાથી 1પ રને રનઆઉટ થયો હતો.
અક્ષર 1 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 219 રન થયા હતા. આફ્રિકા
તરફથી સિમાલેને અને મહારાજે 2-2 વિકેટ લીધી હતી.