ભુજ, તા. 13 : આજે 14 નવેમ્બર એટલે બાળદિવસ તરીકે ઊજવાય છે. બાળકો બગીચાની કળીઓ જેવાં
હોય છે તેમને કાળજીપૂર્વક અને પ્રેમથી ઉછેરવા જોઈએ, કારણ કે તેઓ રાષ્ટ્રનું ભવિષ્ય
છે. આપણે એવા તેજસ્વી તારલાઓની સફળગાથાઓથી વાકેફ થઈશું જેમણે કપરા સંજોગો સામે ઝઝૂમીને
જ્વલંત સફળતાઓ હાંસલ કરી છે. એ તારલાઓને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ બનાવવા અદાણી જૂથે
યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડ્યું છે. - માર્ગદર્શનને આભારી છું : જિગર સોમૈયાની વાત પડકારોનો
સામનો કરી સફળતાની સીડીઓ ચઢવાની જીવંત પ્રેરણા છે. પાંચ વર્ષની કુમળી વયે અનાથ બનેલા
જિગરને તેની દાદીમા સિવાય કોઈનો આશ્રય ન હતો. શિક્ષણ મેળવવા શાળામાં પ્રવેશ મેળવવો
એ પણ એક પડકાર હતો. વળી આર્થિક તંગી તેની નાણાકીય તાણને વધુ ભયાવહ બનાવી રહી હતી. પરંતુ
જિગરે અડગ જિગર રાખી અદાણી પબ્લિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને જીવન બદલાઈ ગયું. જિગરનું
શૈક્ષણિક કૌશલ્ય નિર્વિવાદ હતું, વળી શિક્ષકોના ઉત્તમ માર્ગદર્શન અને સખત મહેનતનાં
કારણે તેણે દસમા અને બારમા ધોરણમાં 83.2 ટકા સાથે ઉત્તમ પરિણામ હાંસલ કર્યુ હતું. આઇટીમાં
ઉત્કૃષ્ટ દેખાવ કરતાં તેને સચિવ અને ટોપરનું બિરુદ પ્રાપ્ત થયું. તેને વર્ગના `બેસ્ટ બોય'નો એવોર્ડ પણ એનાયત થયો હતો.
અદાણી પબ્લિક સ્કૂલ મુંદરાએ તેના ઉછેરમાં સિંહફાળો આપ્યો હતો. જિગર જણાવે છે કે `અદાણી ડીએવી પબ્લિક સ્કૂલ મુંદરામાં શિક્ષકોનાં
સમર્થન અને માર્ગદર્શન વિના હું આગળ વધી શક્યો ન હોત.' પ્રતિકૂળતાથી સફળતા સુધીની જિગરની
સફર પ્રેરણારૂપ છે, તેનાથી એ સાબિત થાય છે કે દ્રઢતા, સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનથી
પ્રચંડ પડકારોને પાર કરી શકાય છે. અદાણી ગ્રુપ
માટે શિક્ષણ કેન્દ્રીય આધારસ્તંભ છે. આ વર્ષે શૈક્ષણિક સંસ્થાઓ, શિષ્યવૃત્તિઓ અને માળખાકીય
વિકાસ પ્રોજેક્ટ્સ ઉપરાંત અનેક પરોપકારી કાર્યો માટે રૂા. 330 કરોડનું દાન આપવામાં
આવ્યું છે. - ભવિષ્ય માટે માર્ગ મોકળો : સોવિત કુમાર નાયકની વાત માત્ર
ગૂગલમાં ડ્રીમ જોબ મેળવવા પૂરતી જ નથી. નાના
શહેરમાં રહેતાં બાળકોનાં મોટા સપનાઓની વાર્તા છે, જે ઉત્તમ શિક્ષકો અને ઉત્તમ માર્ગદર્શનથી
પૂરી થાય છે. મુંદરાની અદાણી પબ્લિક સ્કૂલમાં સોવિતે અભ્યાસ શરૂ કર્યો. ઓલિમ્પિયાડ્સ,
સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સ, ડિબેટ્સ, ક્વિઝ, ડ્રામા - સોવિતે આ બધું સ્વીકાર્યું. શાળાકીય
સ્પર્ધાઓ સાથે તેની વિચક્ષણ દ્રષ્ટિનો વિકાસ થયો. શિક્ષણના મજબૂત પાયાએ તેના ભવિષ્ય
માટે માર્ગ મોકળો કર્યો હતો. સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ કરી રહ્યો છે. તે સર્વાંગી
શિક્ષણ, સહાયક શિક્ષકો અને અદમ્ય વિશ્વાસ ધરાવતા પરિવારની શક્તિનો પુરાવો છે. તેની
આ સફર નાનાં નગરોમાં રહેતાં સ્ટાર્સ બનવાનું સપનું જોતાં બાળકો માટે પ્રેરણારૂપ છે. અદાણી પબ્લિક સ્કૂલમાં ધોરણ 1થી ધોરણ 12 સુધી સીબીએસઇ
આધારિત અભ્યાસક્રમ ભણાવાય છે. બાળકના બૌદ્ધિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં
રાખીને તેમના શૈક્ષણિક, રમતગમત અને મૂલ્યવાન શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. સોવિત
જણાવે છે કે, મને મળેલા સર્વાંગી શિક્ષણ માટે હું તેમનો આભારી છું. - 15 મેડલ જીત્યા : દીપિકા રાયલાની વાત અડગ નિશ્ચય અને ઉત્તમ શિક્ષણની પરિવર્તનશીલ
શક્તિની છે. જ્યારે તેણે અદાણી વર્લ્ડ સ્કૂલમાં પગ મૂક્યો, ત્યારે અને તેના નવા સહાધ્યાયીઓ
વચ્ચે ભાષાનો અવરોધ ઊભો થયો. તે માત્ર ગુજરાતી જાણતી હતી, તેમ છતાં માત્ર બે જ મહિનામાં
અંગ્રેજી બોલતાં શીખી. શાળાના સમુદાયોમાં પોતાનું સ્થાન મેળવી લીધું. પ્રથમ વર્ગના
શિક્ષક અને સહાયક સ્ટાફે ભાષાના અંતરાયોને દૂર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેઓએ
દીપિકાને સફળ થવા માટે જરૂરી સાધનો પૂરાં પાડી આત્મવિશ્વાસ વધાર્યો હતો. શૈક્ષણિક કુશળતા
ઓલિમ્પિયાડ્સની પ્રભાવશાળી સિદ્ધિઓમાં સ્પષ્ટ ઝળકતી હતી, દીપિકાએ તેમાં 15થી વધુ મેડલ
જીત્યા હતા. - ક્ષમતાઓને સાબિત કરી : માછીમાર પરિવારનો બુદ્ધદેવ
મંડલ ધામરાના ડોસિંગા ગામનો રહેવાસી છે. શિક્ષણમાં પહેલેથી જ તેજસ્વી બુદ્ધદેવ એક સમર્પિત
અને મહેનતુ વિદ્યાર્થી છે. જો કે, પરિવારની આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું
તેનું સ્વપ્ન તેમને દીવાસ્વપ્ન સમાન લાગતું હતું. અદાણી ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા
બાદ તેણે `િવદ્યારત્ન
શિષ્યવૃત્તિ કાર્યક્રમ' વિશે જાણ્યું. પોતાની ક્ષમતાઓને સાબિત કરી તેણે શિષ્યવૃત્તિ
મેળવી અને ઉત્તમ ગ્રેડ સાથે તેણે હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. સખત મહેનત, સમર્પણ
અને પ્રતિબદ્ધતા અને ફાઉન્ડેશનના માર્ગદર્શન સાથે તેણે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ટેક્નોલોજી, મદ્રાસમાં પ્રવેશ મેળવવા પ્રતિષ્ઠિત આઇઆઇટી-જેએએમ પ્રવેશ પરીક્ષા પાસ
કરી હતી.