નારાયણ સરોવર, તા. 13 : કચ્છના આ પૌરાણિક તીર્થધામે તુલસી વિવાહ
ઉત્સવ-ઉમંગભેર ઊજવાયો હતો. મુખ્ય યજમાનપદે હઠુભા સ્વરૂપસિંહજી સોઢા રહ્યા હતા. સહયજમાનપદે
અરૂણાબેન લાભશંકરભાઇ વાસુ રહ્યા હતા.?ધામધૂમથી ભગવાનનો
વરઘોડો નીકળ્યો હતો. ત્યારબાદ મુખ્ય મંદિર પરિસરમાં પરંપરા, પ્રણાલિકા મુજબ લગ્નવિધિ
નારાયણસરોવર જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજની અધ્યક્ષતામાં આચાર્ય અજિત વી. જોષી,
રોહન ત્રિવેદી, પ્રદીપભાઇ ત્રિવેદી, કનૈયા મારાજ-ભુજ, મહેન્દ્રભાઇ જોષી વિ. ભૂદેવોએ
પાર પાડી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત તીર્થ ગોર વડીલ વિઠ્ઠલદાસ ચાગપાર જોષી ઉપસ્થિત
રહ્યા હતા. તેમનું ગાદીપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિઠ્ઠલદાસ
જોષી બ્રહ્મલીન મધુસૂદનલાલજી મહારાજ તેમજ બ્રહ્મલીન બ્રહ્મચારી આનંદલાલજી મહારાજના
સમયથી તુલસી વિવાહ ઉત્સવ કરાવતા આવ્યા છે. હાલ તેમના પુત્ર અજિત જોષી આ વિધિ?કરાવી
રહ્યા હતા. તુલસી વિવાહ પ્રસંગે કોટેશ્વર બી.એસ.એફ.ના અધિકારી, પોલીસ સ્ટાફ વિ. ઉપસ્થિત
રહ્યા હતા, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દૂરસુદૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે
ઊમટયા હતા. વ્યવસ્થા મુખિયાજી મુકેશ જોષી, પૂજારી દિનેશભાઇ જે. જોષી, આશિષ જોષી, સંજય
જોષી, ભાવેશ જોષી, મનીષ જોશી, ચંદ્રકાંત જી. જોશી, મશાલચી હરેશભાઇ જોષીએ સંભાળી હતી.