ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ રેલવે સ્ટેશનમાં મુંબઈની ટ્રેનમાંથી
ઊતરેલો શખ્સ મોંઘીદાટ શરાબની બોટલો સાથે ઝડપાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી
મળતી વિગતો મુજબ ગાંધીધામ રેલવે પોલીસે આજે બપોરના અરસામાં આ કાર્યવાહી કરી હતી. આરોપી
રાહુલ ગુરુદયાલ સિંઘ 09037 નંબરની બાંદરા-ભુજ
સ્પેશિયલ ટ્રેનમાંથી ઊતર્યો હતો. રેલવે સ્ટેશનના ગેટ પાસે પોલીસે તેને રોકીને તપાસ
કરી હતી. બેગમાં વિદેશી શરાબની બે બોટલ
કબજે કરાઈ હતી, જેની કિંમત રૂા. 5180 આંકવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.