• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

ભુજ ખાતે 2023-24ના અંજારિયા એવોર્ડ પ્રાપ્યનું સન્માન યોજાશે

ભુજ, તા. 12 : રોટરી ક્લબ ભુજ ખાતે તા. 24 નવે.ના ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર્સ ટ્રસ્ટ દ્વારા 2023નો અંજારિયા એવોર્ડ `િવશ્વગ્રામ'ના સંચાલક સંજય તથા તુલાને તથા 2024નો એવોર્ડ દ્વારકાના ભાણવડ ગામના  પુરુષાર્થ વિદ્યાલયને એનાયત કરી સન્માન કરવાનું આયોજન કરાયું છે. છેલ્લા ચાલીસ વર્ષથી લગભગ બત્રીસ જેટલા ઉત્તમ કેળવણીકાર તથા શૈક્ષણિક સંસ્થાને એવોર્ડ અપાયા છે. 2023નો અંજારિયા એવોર્ડ મહેસાણામાં કાર્યરત સંસ્થા `િવશ્વગ્રામ'ના સંચાલક સંજય અને તુલાની પસંદગી કરાઇ છે. આ બંને કાશ્મીરમાં યુવાનોને શિક્ષણ અને સ્વસ્થતાની તાલીમ આપે છે. મણિપુર ખાતે પણ શાંતિ સ્થાપના માટે કાર્ય કરે છે ઉપરાંત કોમી એકતા અને ગાંધી વિચાર માટે શાંતિગ્રામ સંસ્થા ચલાવે છે. 2024ના અંજારિયા એવોર્ડ દ્વારકાના ભાણવડ ગામના પુરુષાર્થ વિદ્યાલયને અપાશે. અહીં શિક્ષણ સાથે વ્યસનમુક્તિ, સેવા, છાત્રાઓને મફત શિક્ષણ, હોસ્ટેલની સુવિધા અપાય છે. અહીં બાળકો સ્વશિક્ષણ મેળવે છે. શિક્ષકો પણ નથી અને પરીક્ષા પદ્ધતિ પણ નથી. અભ્યાસક્રમ વિના બાળકો ખેતીવાડી, પ્લમ્બિંગ, પશુપાલન, ચિત્રકામ, રસોઇ વિ. પ્રયોગો દ્વારા શિક્ષણની આ નવીન પદ્ધતિ બદલ શાળાને આ એવોર્ડ પ્રાપ્ત થયો હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang