• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કંડલા બંદરે ઉપભોક્તાઓને સતાવતા પ્રશ્નોનું કરાયું ત્વરિત નિવારણ

ગાંધીધામ, તા. 22 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ચેમ્બર તેમજ પોર્ટ ઉપભોક્તાઓ દ્વારા કંડલા બંદરે સ્પર્શતા વિવિધ પ્રશ્નોની છણાવટ કરાઇ હતી. જેને પગલે ચેરમેન દ્વારા હકારાત્મક પ્રતિસાદ દર્શાવી આ મુદ્દાનો ત્વરિત નિકાલ કરાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશભાઈ પુંજનના અધ્યક્ષસ્થાને તાજેતરમાં ડીપીએના નવનિયુક્ત ચેરમેન સુશીલકુમાર સિંઘ તથા અન્ય પદાધિકારીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કંડલા પોર્ટ કોન્ટ્રાકટર એસોસિએશન, કંડલા ટિમ્બર, ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, મલ્ટી પર્પઝ અદાણી ટર્મિનલ, પોર્ટ એજન્ટ કાઉન્સિલ, સ્ટીવેડોર્સ, કસ્ટમ બ્રોકર્સ, લિક્વિડ ટેન્ક ટર્મિનલ, ટ્રેલર ઓનર્સ, કંડલા-મુંદ્રા કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટર્સ, શીપ ચેન્ડલર્સ, કંડલા પોર્ટ યુઝર્સ અને કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફ્રેકચર એસો.ના પ્રતિનિધિઓ સહિત વિવિધ 12 જેટલા વેપારી મંડળ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ બાદ ઓપન હાઉસ ફોરમમાં વેપારીઓએ પોર્ટ અને શાપિંગ વ્યવસાય સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા ત્યારેજ ચેરમેન દ્વારા આ તમામ મુદ્દાઓની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી અને તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. રજૂઆતના બીજા દિવસે જાહેર રજા હોવા છતાં ચેરમેન દ્વારા સવારે જેટી નંબર-13 ખાતે પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓ અને પોર્ટ યુઝર્સની ઉપસ્થિતિમાં સ્થળ મુલાકાત લીધી હતી અને ત્રણ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણી અને પૂર્વપ્રમુખ તેજાભાઈ કાનગડે સંયુક્ત નિવેદનમાં આ કાર્યવાહીને બિરદાવી હતી. પોર્ટ મુલાકાત દરમ્યાન ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લા, ચીફ એન્જિનિયર વી. રવીન્દ્ર રેડ્ડી, ટ્રાફિક મેનેજર બી. રત્નશેખર રાવ, ડેપ્યુટી ટ્રાફિક મેનેજર સુદીપ્તો બેનરજી, એકઝી. એન્જિ. મહેશ માખીજાણી, સીઆઈએસએફના આર. વી. શ્રીમાળી, કસ્ટમ બ્રોકર એસોસિએશન અને કંડલા પોર્ટ યુઝર્સ તરફથી કેયૂર ઠક્કર અને ઋષિરાજાસિંહ ગોહિલ, જે.એમ.બક્ષી ગ્રુપના કન્ટેનર ટર્મિનલ હેડ રામદે કરંજીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang