મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 25 : નાના ગામડાંમાં
સંસ્કૃતિનાં દર્શન થાય એવાં સ્નેહમિલન એ સંસ્કારોની પૂંજી છે, ત્યારે સ્વદેશી વસ્તુઓ વાપરી દેશને આત્મનિર્ભર
બનાવવાના સંકલ્પબદ્ધ બને એવું આહ્વાન મોટી વિરાણી દરબારગઢમાં આયોજિત સ્નેહમિલનમાં અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યું હતું. મોટી વિરાણી ઉપરાંત આજુબાજુ ગામોના લોકો
દરબારગઢમાં વર્ષે જુની પરંપરાના સેતુના તાંતણા વધુ મજબૂત કરવા આ સ્નેહમિલનમાં આવે છે.
નાળિયેર, સાકર જેવી જુની પરંપરાની વસ્તુઓ આજે પણ આપી સ્વ. મહિપતસિંહ
જાડેજાના વરિષ્ઠ કુંવર જયેન્દ્રસિંહ જાડેજા સ્વીકારે છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ
સ્વદેશી અપનાવી ભારતને આત્મનિર્ભર બનાવવા કહ્યું હતું સાથે દરબારગઢમાં પડવાના દિવસે
જૂનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં. સહદેવસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ
ટ્રક એસો.ના પ્રમુખ અર્જુનસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા,
બ્રિજરાજસિંહ જાડેજા, સુર્યદીપસિંહ જાડેજા,
ભગીરથસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.