નખત્રાણા, તા. 25 : બાપાદયાળુ જલારામ બાપા યુવક મંડળ દ્વારા
પડવાના દિવસે મોટી વિરાણીથી વીરપુર નીકળેલી સાઈકલયાત્રામાં 19 યુવક જોડાયા હતા. મોટી વિરાણીથી
વીરપુર 350 કિ.મી.ની સાઈકલયાત્રાનું પડવાના
દિવસે રામમંદિરથી પ્રયાણ જગદ્ગુરુ દ્વારાચાર્ય રામ કબીર સ્વામી શાંતિદાસજી મહારાજ, લઘુ મહંત સુરેશદાસજીના દ્વારા કરાયું હતું.
ચોથા દિવસે વીરપુર જલારામ બાપા મંદિરે યાત્રા પહોંચી હતી. સતત 41 વર્ષથી થતાં આ આયોજનમાં યાત્રા
પ્રયાણ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રકાશ આઈયા, જેન્તી આઈયા, ચેતન
આઈયા, રાજેશ પલણ, નીતિન ઠક્કર, ચેતન આઈયાએ શુભેચ્છા આપી હતી. સાઈકલયાત્રામાં બાર વર્ષીય રામ આઈયા સહિત ભાવેશ
આઈયા, રાજેશ આઈયા, કૈલાસભાઈ, મયૂર અનમ, કિશન અનમ, પ્રેમ પલણ,
રોનક, હરિઓમ, શિવ,
મીત આઈયા, શિવા, પ્રીત અનમ,
હિતેશ ઠક્કર, હરેન્દ્ર ઠક્કર, અતુલ ઠક્કર, જય પવાણી, રવિ ગણાત્રા
જોડાયા હતા.