ગાંધીધામ, તા. 25 : પેરાડાઇઝ ફાઉન્ડેશન દ્વારા શિક્ષકદિન નિમિત્તે `પેરેડાઈઝ ટીચર્સ એવોર્ડ સમારોહ`નું આયોજન કરાયું હતું, જેમાં ગાંધીધામ-આદિપુર વિસ્તારની સરકારી તેમજ
ખાનગી શાળાઓના 25 પ્રતિભાશાળી
શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં
ગાંધીધામ બીઆરસીના લાલજી ઠક્કર દ્વારા બુકે
તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સન્માનિત થયેલા શિક્ષકોએ
પોતાના અનુભવો કહ્યા હતા અને શિક્ષણક્ષેત્રે પોતાનાં યોગદાનની સાથે ભવિષ્યનાં લક્ષ્યો
વિશે પણ રજૂઆત કરી હતી. પેરાડાઇઝ ફાઉન્ડેશનના સંસ્થાપકો અને સભ્યોએ જણાવ્યું કે, શિક્ષકો સમાજના સાચા માર્ગદર્શક છે અને તેમના
પ્રયત્નોથી જ સમાજમાં જ્ઞાન અને સંસ્કારનો પ્રસાર થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા
સંસ્થાપક સન્ની બુચિયા, પિયૂષ શ્રીવાસ્તવ, પ્રમુખ જયશ્રી કેવલાણી, ડો. કિશન કટુઆ, વિક્રમ દુલગય, હેતલ સોલકી. પ્રીતિ મોમાયા, સ્મિત ઠક્કર, ડો. શીતલ માલી, સીમા
સેઠી, રાજેશ વાઘેલા, હિરલ સોલંકી અને બબીતા
ગોયલ વગેરેએ સેવા આપી હતી.