• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

ભુજ-નખત્રાણાનો બિસમાર માર્ગ અકસ્માત ઝોનમાં ફેરવાયો

વિથોણ, (તા. નખત્રાણા), તા. 25 : બિસમાર બનેલા ભુજ-નખત્રાણા માર્ગ  પર તહેવારના દિવસોમાં અકસ્માતની ઘટનાઓ ઘટી હતી. તહેવારોના કારણે હાઇવે ઉપર વાહનોની ભરમાર હતી અને હાઇવેમાં પડેલા ખાડાઓ દ્વિચક્રી વાહનો માટે અકસ્માત ઝોન બની ગયા છે.માજીરાઇ પાસે બાઇક ખાડામાં પડતાં બન્ને સવાર ગંભીરરૂપે ઘાયલ થયા હતા. દેવપર (યક્ષ) નજીક પેટ્રોલ પંપ સામે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અનેક ફરિયાદો પછી માર્ગના અમુક જ વિસ્તારોમાં પેચિંગ મારવામાં આવ્યા હતા, અનેક જગ્યાએ પડેલા ખાડાની મરંમત કરવામાં આવી નથી, જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે. પશ્ચિમ કચ્છના તીર્થધામોને જોડતો હાઇવે વરસાદ પછી બિસમાર બની ગયો છે અને તંત્રના વાંકે અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રસ્તામાં પડેલા ખાડા વહેલી તકે પુરવામાં નહીં આવે તો જીવલેણ અકસ્માતો સર્જાતા રહેશે તેવી ભીતિ વ્યક્ત  કરાઇ છે. 

Panchang

dd