• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

અઢી લાખથી વધુ લોકોએ માંડવીની દાબેલીનો સ્વાદ માણ્યો

કાઠડા (તા. માંડવી), તા. 25 : વિક્રમ સંવત-2082નું વર્ષ દિવાળીના તહેવારોમાં રજાઓ માણવા માંડવીમાં પ્રવાસીઓ ઊતરી પડયા હતા. પ્રવાસીઓના ભરાવા સાથે માંડવી જેની જન્મદાતા છે તે દાબેલીનો પણ દબદબો રહ્યો હતો અને દરરોજના 35,000 જેટલા પાંઉની જરૂરત રહેતી, જેથી આ રજાના દિવસોમાં અઢી લાખથી વધુ પાંઉ સાથે દાબેલીનો સ્વાદ લોકોએ માણ્યો હતો. માંડવીમાં આ પાંઉની જરૂરત માટે 16 જેટલી બેકરી આવેલી છે, જેમાંથી પણ આ રજાના દિવસોમાં પાંઉની જરૂરિયાત પૂરી ન થતાં અમુક વેપારીઓએ ભુજથી પાંઉની ખરીદી કરી હતી. માંડવીના જાણીતા દાબેલીધારકો ૐ દાબેલી (લાયજા રોડ), જોષી દાબેલી (લાયજા રોડ), મનુભાઇ દાબેલી (શાકમાર્કેટ પાસે), શંકર રોટી (સીગલ ટોકિઝ), જયેશભાઇ ભાનુશાલી રોટી (એસ.ટી. ડેપો) સહિત અન્ય 60થી 70 રોટી વેચાણધારકોએ રોજીરોટી મેળવી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ વિધાનસભા સત્ર દરમ્યાન માંડવીની પ્રખ્યાત દાબેલીના સ્વાદ અંગે ચર્ચા કરી હતી. માંડવીની ઓમ દાબેલીના કિશોરભાઇ જોષીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, પાર્કિંગની સુવિધા કરાય તો હજી પણ રોજીરોટી વધી શકે તેમ છે. 

Panchang

dd