ગાંધીધામ / ભુજ, તા. 25 : દિવાળી અને નવા વર્ષના તહેવાર દરમ્યાન માર્ગ અકસ્માત, આપઘાત અને આકસ્મિક જેવા જુદા-જુદા અપમૃત્યુના
બનાવોમાં છ જિંદગી પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. સામખિયાળી પાસે બોલારો ગાડી પલટી મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત નારદ વિનોદભાઈ પાસવાનનુ મૃત્યુ થયુ હતું. રાધનપુર-સામખિયાળી
ધોરીમાર્ગ ઉપર સામખિયાળી ગોલાઈ પાસે ગત તા.21/10 ના સાંજે 5.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો
હતો.બોલેરો પીકઅપ મેકસ ગાડી ચલાવતા આરોપી રાજનકુમાર
કનૈયા દાસે બ્રીજની ગોલાઈ લેતી અચાનક સ્ટેરીંગ
ઉપરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈંડર અથડાઈને પલ્ટી મારી હતી. જેમાં નારદભાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી.તેમજ અવધેશરામ, ફરીયાદી વિકાસ કુમાર રામપ્રવેશ દાસ સહિત ગાડીમાં
સવાર અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી પ્રવાસીઓ માતાના મઢે દર્શન માટે જતા હોવાનુ ફરીયાદમાં
વર્ણવામાં આવ્યુ હતું. - સામત્રા ટોલનાકા
આગળ છોટા હાથીએ બાઈકને અડફેટે લેતાં આધેડનું મોત : પત્નીને ઈજા : દીપાવલીના તહેવાર દરમ્યાન ગત તા. 21/10ના સાંજે ભુજ તાલુકાના કોટડા
આથમણા (ચકાર)ના 50 વર્ષીય આધેડ
આરબ સિદિક કોલી અને તેના પત્ની કરમાબેન તેઓની બાઈક નં. જી.જે-12-ઈએમ-9167વાળી લઈને માતાના મઢ દર્શન
કરવા જઈ રહ્યા હતા, ત્યારે સામત્રા
ટોલનાકાથી આગળ છોટા હાથી નં. જી.જે-12-બીઝેડ-4684 રોંગ સાઈડમાં
પૂર ઝડપેથી આવી બાઈક સાથે અકસ્માત કરતાં આરબભાઈનું માથામાં ગંભીર ઈજાના પગલે મૃત્યુ
નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા પત્ની
કરમાબેનને પણ બ્રેઈન હેમરેજ જેવી ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે રખાયાની
ફરિયાદ મૃતક આરબભાઈના પુત્ર દીપકે માનકૂવા પોલીસ મથકે લખાવતાં છોટા હાથીના ચાલક વિરુદ્ધ
ગુનો દાખલ કરી પોલીસે તજવીજ આદરી છે. - માધાપર ધોરીમાર્ગે અકસ્માતમાં એક યુવાનનું મોત : એક ઘાયલ : ગત તા. 11/10ના રાતે ભુજથી ખેડોઈ બાઈક નં. જી.જે-39-એ-6424વાળી લઈને ચેતન નરશીભાઈ જોગી
અને તેનો મિત્ર સંજય માનવસિંગ રાઠોડ (મૂળ દાહોદ હાલે ખેડોઈ) બાજુના જઈ રહ્યા હતા અને
રાત્રે 11:30 વાગ્યાના અરસામાં માધાપર ધોરીમાર્ગે
જિઓ પેટ્રોલ પંપ પાસે પહોંચતાં ફોરવ્હીલર ગાડી નં. જી.જે-12-એફ.એફ-0037વાળીના ચાલકે બેદરકારીથી ગાડી
ચલાવી અચાનક મુખ્ય માર્ગે આવી બાઈક સાથે ભટકાવી દેતાં માથામાં ગંભીર ઈજાનાં પગલે સંજયનું
બીજા દિવસે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું,
જ્યારે ચેતનને માથાં, મોઢાં અને નાકના ભાગે ઈજા
પહોંચી છે. મૃતક સંજયના ભાઈ રણજીતે બે દિવસ પહેલાં માધાપર પોલીસ મથકે ફોરવ્હીલર ગાડીચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. - ગાંધીધામમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : ગાંધીધામમાં
કાર્ગો બાપાસીતારામ નગરમાં રહેતા કિંજલબેન નરેશભાઈ શ્રીમાળી (ઉ.વ.20)એ કોઈ કારણસર પોતાના ઘરમાં
ગત તા. 24/10ના 4 વાગ્યાના અરસામાં દોરી વડે પંખામાં ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત
આણ્યો હતો. ફરજ ઉપરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવ પછવાડેનું કારણ અકળ છે. - મીઠીરોહરના એકમમાં ઈજાગ્રસ્ત શ્રમિકનું મૃત્યુ થતા ગમગીની : ગાંધીધામ તાલુકાના મીઠીરોહર જી.આઈ.ડી.સી
વિસ્તારમાં આવેલ એસ.પી.એસ.આઈ.એલ માં ગત તા. 24/10 ના 3.30 વાગ્યાના
અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. એકમમાં જ રહીને કામ કરતા રૂપેશભાઈ મોહનભાઈ રાવત(ઉ.વ.40)ને એકમમાં કોઈ કામ દરમ્યાન
ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. આ અંગે તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો
મીંચી લીધી હતી. . આ બનાવને લઈને ઔદ્યોગિક
એકમમાં કામદારની સુરક્ષા સામે અનેકો સવાલ ખડા થયા હતા. - અંતરજાળના તળાવમાં ડૂબી જવાથી
મહિલાનુ મોત : ગાંધીધામ
તાલુકાના અંતરજાળમાં પાતાળીયા હનુમાન મંદિર
પાછળ તળાવમાં ડુબી જવાથી કોકિલાબા ભરતભસિંહ
જાડેજા (ઉ.વ.47)નું મૃત્યુ થયુ હતું. આ બનાવ તા.24/10 ના સાંજે છ વાગ્યાના પહેલા
કોઈ પણ સમયે બન્યો હતો. મૃતક છેલ્લા ત્રણ દિવસ ગુમ હોવાનુ પરીવારજનોએ પોલીસ સમક્ષ નોંધાવ્યુ હતું. આ મહિલા નુ મૃત્યુ કયાં કારણોસર અને કેવી થયુ તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે.