ભુજ, તા. 25 : મુંદરા તાલુકાના એક નાના ગામમાં
ચાર વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી અને શારીરિક અડપલાં થતાં ફરિયાદ નોંધાઈ છે.
આ હીન કૃત્ય અંગે પ્રાગપર પોલીસ મથકે ચાર વર્ષ અને 20 દિવસની માસૂમ બાળાની માતાએ આરોપી ફકુ ઈસ્માઈલ કોલી (રહે. વાંકી, તા. મુંદરા) વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
આરોપી ફકુએ તેની દુકાનમાં સગીર બાળાને જાતીય સતામણીના બદઈરાદાથી લઈ જઈ શારીરિક અડપલાં
કર્યાની વિગતો ફરિયાદમાં લખાવતાં પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.