ભુજ, તા. 1
: `સ્વચ્છતા
હી સેવા' અભિયાનના ભાગ રૂપે બાલ્ડ ઇગલ બ્રિગેડે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સેના અધિકારીઓની
પત્નીઓને શિક્ષિત અને સક્ષમ બનાવવા બે દિવસનો વર્કશોપ આયોજિત કરાયો હતો. વર્કશોપનું
નેતૃત્વ રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા કલાકાર રાજીબેન વણકરે કરાવ્યું હતું. પ્લાસ્ટિક
કચરાને કેવી રીતે પુન:ઉપયોગ કરીને ઘરગથ્થુ સમૃદ્ધિનું સર્જન કરી શકાય તે આ વર્કશોપમાં
શીખવાડાયું હતું. ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન કરતો દેશ
છે. ભારત દરરોજ 26,000 ટન કરતાં વધુ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે, જેમાંથી ફક્ત
60 ટકા જ એકત્રિત થાય છે અને 10 ટકા જેટલો જ રિસાઇકલ થાય છે. બાકીનો કચરો જમીનભરમાં,
સમુદ્રમાં અને જળમાર્ગોમાં પહોંચી જાય છે, જે પર્યાવરણ અને જંગલી પ્રાણીઓ માટે હાનિકારક
છે. વર્કશોપના સત્રોમાં ભાગ લેનાર મહિલાઓને પ્લાસ્ટિકને રિસાઇકલ કરી શકાય તેવા ઉત્પાદનો
બનાવવાના નવીન ઉપાયો શીખવાડાયા હતા. રાજીબેન વણકરની પ્રયોગશીલ મીણકામ પદ્ધતિઓએ ભાગ
લેનાર લોકોમાં ઉત્સાહ આવ્યો હતો. આ પ્રવૃત્તિએ સમાજથી આગળ વધીને પર્યાવરણ સંરક્ષણમાં
યોગદાન આપવા માટેની શક્તિઓને ઓળખવાનો અવસર આપ્યો હોવાની લાગણી વ્યકત કરાઈ હતી.