• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા ક્રેન ટ્રેડની 120 ઉમેદવારને તાલીમ

મુંદરા, તા. 18 : અદાણી ફાઉન્ડેશન યુવા રોજગારીને પ્રાધાન્ય આપતા અનેક કાર્યક્રમોમાં પ્રવૃત્ત છે. તાજેતરમાં અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર (એએસડીસી) મુંદરા દ્વારા નવી બેચના ઉદ્ઘાટન સાથે તાલીમાર્થીઓને આરટીજી ક્રેન ઓપરેટર પ્રમાણપત્રો વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા યુવાઓ આત્મનિર્ભર બની સમાજમાં તેમની આગવી ઓળખ ઊભી કરશે. સેન્ટરનું ધ્યેય યુવાધનને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપી તેમની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરવાનું છે. ધોરણ 10 બાદ આઈટીઆઈ અથવા ધોરણ 12 ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓ એએસડીસીમાં સફળ તાલીમ લઈ રોજગાર સક્ષમ બની શકે છે. કચ્છ કોપર લિમિટેડ ધોરણ 12 પાસ ઉમેદવારોને પ્રશિક્ષિત કરવા માટે ભંડોળ ઉપલબ્ધ કરાવશે. એએસડીસી દ્વારા છેલ્લા 2 વર્ષમાં આરટીજી  ક્રેન ઓપરેશન ટ્રેડમાં 120 ઉમેદવારોને સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 80 ઉમેદવારો અદાણી પોર્ટ પર જ નોકરીઓ મેળવી આત્મનિર્ભર બન્યા છે. નવી બેચમાં 70 ટકા  ઉમેદવારો કચ્છ જિલ્લાના અને અન્ય 30 ટકા  વિવિધ સ્થળોએથી લેવામાં આવશે. સક્ષમના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રના ક્લસ્ટર હેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને થર્મેક્સ કંપનીના ઉચ્ચાધિકારીઓનો સમાવેશ થાય છે. મુખ્ય અતિથિ તરીકે અદાણી પોર્ટ એન્ડ સેઝના એચઆર હેડ સ્નેહાશિષ ભટ્ટાચાર્યએ અદાણી પોર્ટ ખાતે આરટીજી  ક્રેન ઓપરેટરની ભૂમિકા વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. તેમણે તાલીમાર્થીઓને અદ્યતન ટેકનોલોજી સાથે અપડેટ રહેવાના અને સતત નવું શીખતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતના યુવાધનને સક્ષમ બનાવવા અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના 16 મે, 2016ના  કરવામાં આવી હતી, જે વ્યાવસાયિકોને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તાલીમ આપવાના મિશનને સતત આગળ ધપાવી રહ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang