• મંગળવાર, 23 જુલાઈ, 2024

ગ્રામપંચાયતોનાં વિકાસકામોને મનરેગામાં સમાવવા બહાલી

ભુજ,તા. 10 : તાજેતરમાં જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિની બેઠક  મળી હતી જેમાં વિવિધ નિર્ણયો લેવાયા હતા. સમિતિના ચેરમેન મશરૂભાઈ રીણાના અધ્યક્ષસ્થાને અને કાર્યપાલક ઈજનેર એમ. જે. ઠાકોરના સચિવ પદે મળેલી આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી, વર્તુળ કચેરી તરફથી તાંત્રિક ચકાસણી થઇ આવેલા ટેન્ડર ભાવોને મંજુરી તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા કામના જથ્થા વધારાની મંજુરી અંગે કન્સ્ટ્રકશન ઓફ અલ્ટરનેટ રોડ ફોર લખપત તાલુકાના માતાના મઢ કોટડા રોડના કામના જથ્થા વધારવાની મંજુરી, માર્ગ અને મકાન પંચાયત વિભાગ કચ્છ દ્વારા એજન્સીને બ્લેકલીસ્ટ કરવા, સ્કૂલના રસ્તા, આંગણવાડી, સાર્વજનિક સર્જનાત્મક સ્થળ, ગૌશાળા, ગ્રામ પંચાયતની માંગણી, પેવર બ્લોક, સી.સી. રોડ તેમજ આંગણવાડીનાં કામો, વિવિધ ગ્રામ પંચાયત દરખાસ્ત આવે તેમની મનરેગા યોજનામાં સમાવેશ કરવા સહિતના નિર્ણયોને બહાલી અપાઈ હતી. આ બેઠકમાં સદસ્યો કરસનજી  જાડેજા, દામજીભાઈ ચાડ, રૂપેશભાઈ આહીર, ભચુભાઈ વૈદ તેમજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરો તથા વહીવટી અને ટેકનીકલ સ્ટાફ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang