• મંગળવાર, 23 જુલાઈ, 2024

વવાર-પાવડિયારા વચ્ચે પુલિયાની રેલિંગ વરસાદમાં ધરાશાયી !

વવાર, (તા. મુંદરા), તા. 9 : મુંદરા તાલુકાનાં વવાર-પાવડિયારા રસ્તાની વચ્ચે આવતા પુલિયાની રેલિંગ માત્ર એક ઇંચ વરસાદમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. આ રસ્તો બનવાનો શરૂ થયો ત્યારથી જ ભ્રષ્ટાચારની રાવ ઊઠી હતી. થોડા દિવસ પહેલાં જ સાઈડ સોલ્ડરનું કામ નબળું થવાના મામલે ગામના માજી ઉપસરપંચ રતન ગઢવીએ વાંધો ઊઠાવ્યો હતો અને આખરે અધિકારીઓએ આવી, કામ જોઈ કામ બંધ રખાવ્યું હતું અને આજ સુધી સાઈડ સોલ્ડરનું કામ ચાલુ થયું નથી, ત્યાં માત્ર એક ઇંચ વરસાદ પણ માંડ પડયો અને પુલની સિમેન્ટની રાલિંગ ધબાય નમ: થઈ ગઈ. સ્થળ પરથી જાગૃત નાગરિકોએ રોષ સાથે આરોપ મુક્યો કે, આવું નબળું કામ ચલાવી લેતા અધિકારીઓ પર કોઈ પગલાં કેમ નથી ભરાતાં ? શું આ લોકોને કોઈ મોટાં માથાં છાવરી રહ્યાં છે ? બીજું, રસ્તાને ચારે તરફથી ગાંડા બાવળોએ ઘેરી દીધો છે. વિદ્યાર્થીઓ, આરોગ્ય, નોકરિયાત માટે આ મહત્ત્વના રસ્તાની આવી હાલત તંત્રને નજરે ચડતી જ નથી.અઢી વર્ષ થવા આવ્યાં, આ રસ્તાની આવી હાલત છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ હજી કોઈ જ પગલાં કેમ નથી ભરાતાં ? 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang