• શનિવાર, 02 માર્ચ, 2024

તમામ જ્ઞાતિના છાત્રોને અંદાજિત 50 ટકાના દરે નોટબુક વિતરણનો પ્રારંભ

ભુજ, તા. 25 : ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં બાપાદયાળુ ચેરિટેબલ ટ્રસ્ટ-નખત્રાણા દ્વારા ભુજ લોહાણા યુવા મંડળ અને અખિલ ગુજરાત લોહાણા સમાજ યુવા સમિતિના ઉપક્રમે રાહતદરે નોટબુક વિતરણ આજે શરૂ કરાયું હતું. દીપ પ્રાગટય તથા નોટબુક વિમોચન ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઇ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, મંત્રી હિતેષભાઇ ઠક્કર, દાતા પરિવારના નીલભાઇ સચદે, નિરાલીબેન તથા કયુટીબેન સચદે, મહાજનના પૂર્વ મંત્રી સતીશભાઇ શેઠિયા, યુવા મંડળના પ્રમુખ જિગરભાઇ કોટક, રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હરેશભાઇ તન્ના, રઘુવીર સેનાના પ્રમુખ મયંકભાઇ રૂપારેલ, રઘુવંશી એકતા મંચના પ્રમુખ વિરેનભાઇ ઠક્કર, બાપાદયાળુ ચેરિ. ટ્રસ્ટના નીતિનભાઇ ઠક્કર દ્વારા કરાયું હતું. સ્વાગત પ્રવચન નીતિનભાઇ ઠક્કરે કર્યું હતું. દાતા પરિવારના કયુટી જયેશભાઇ સચદેના જન્મદિવસ નિમિત્તે મહાજનના ઉપપ્રમુખ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને કયુટી દ્વારા નોટબુક વિતરણનો પ્રારંભ કરાયો હતો. બાપાદયાળુ ચેરિટેબલ ટ્રસ્ટના મોવડી જયેશભાઇ સચદે સંજોગોવસાત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકયા નહોતા. તેમના દ્વારા શુભેચ્છા અપાઇ હતી. દર વર્ષે ટ્રસ્ટ તેમજ મહાજન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઇ-બહેનોને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવે છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. વિશેષમાં આજરોજ કયુટી સચદેના જન્મદિવસના અવસરે વધારાની 1100 નોટબુક વિનામૂલ્યે જરૂરિયાતમંદોને વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન યુવા સમિતિના કચ્છ ઝોન પ્રમુખ અમિતભાઇ ચંદે તથા કમલભાઇ કારિયાએ તથા આભારવિધિ ટ્રસ્ટી ભાવેશભાઇ આઇયાએ કરી હતી. વિતરણ વ્યવસ્થા દર્શનભાઈ અનમ, દર્શનભાઇ ઠક્કર, જિગરભાઇ ઠક્કર, જુગલ ઠક્કર, તેજશભાઇ ઠક્કર, ચેતનભાઇ કતિરા, બ્રિજેશભાઇ ઠક્કર, મેહુલભાઇ ગણાત્રા, કિરણભાઇ રૂપારેલ, વિશાલભાઇ કોઠારી, હરીશભાઇ ચંદન, પૂજન ધીરવાણી, દર્શન ભીંડે, માધવ ઠક્કર, સોશિયલ ગ્રુપ, યુવા મંડળ તથા બાપાદયાળુ ગ્રુપના સભ્યોએ સંભાળી હતી. મહાજનના ખજાનચી મૂળરાજભાઇ ઠક્કર, સહમંત્રી સંજયભાઇ ઠક્કર, કારોબારી સભ્યો મુકેશભાઇ ઠક્કર, અંકિત રામંગ્યા, ડો. પરેશભાઇ ઠક્કર, મીત પૂજારા, તુષારભાઇ આઇયા ઉપસ્થિત રહ્યા હતા.

Youtube Live

Budget 2024 LIVE

Panchang